Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    HNGU માં ‘કલ્પવૃક્ષ’ યુવા મહોત્સવ શરૂ:‘પ્રાચીન ભારતથી વિકસિત ભારત’ થીમ પર 104 કોલેજોના 1636 વિદ્યાર્થીઓ 23 સ્પર્ધાઓમાં ભાગ લેશે

    9 hours ago

    પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) માં બે દિવસીય ‘કલ્પવૃક્ષ’ યુવા મહોત્સવ શરૂ થયો છે. 5 અને 6 ઓક્ટોબરના રોજ યોજાઈ રહેલા આ મહોત્સવની થીમ ‘પ્રાચીન ભારતથી વિકસિત ભારત’ રાખવામાં આવી છે. આ યુવા મહોત્સવમાં ઉત્તર ગુજરાતની 104 કોલેજોના 1636 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. તેઓ કુલ 23 અલગ-અલગ સ્પર્ધાઓમાં પોતાની કલા બતાવશે. આ સ્પર્ધાઓમાં ક્વિઝ, લોકનૃત્ય, રંગોળી, શાસ્ત્રીય ગાયન અને નૃત્ય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓની રજૂઆતો જોવા માટે 23 નિષ્ણાત નિર્ણાયકો હાજર છે. ‘કલ્પવૃક્ષ’ નામ ભારતીય સંસ્કૃતિમાં ઈચ્છા પૂરી કરનાર વૃક્ષનું પ્રતીક છે અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપે છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.સી. પોરિયા, ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, કવિ પ્રશાંત કેદાર જાદવ, સિંગર રૂજુ જાદવ અને ચિત્રકાર જય બારડ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 'રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધા' યોજાઈ:'સેવાના રંગ રાષ્ટ્રના સંગ' અંતર્ગત વિવિધ થીમ પર જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન
    Next Article
    Jailer 2 Trailer: Rajinikanth's Tiger Muthuvel Pandian Faces Enemies From His Past

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment