Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અખીયાણા ગામના તળાવ પાસે દારૂનો જથ્થો ઝડપાયો:516 બોટલો અને બિયરના ટીન સાથે 4.16 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપીઓ ફરાર

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધી કડક બનાવવા બજાણા પોલીસે કાર્યવાહી કરી. પોલીસને બાતમી મળી કે, અખીયાણા ગામનો અરબાઝખાન મલેક તળાવ પાસે દારૂનો ગેરકાયદેસર વેપાર કરે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો. એક વ્યક્તિ સફેદ ફોર વ્હીલ ગાડીમાં દારૂના બોક્સ મૂકતો હતો. તે પોલીસને જોઈ અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો, જે અરબાઝખાન મલેક હતો. ગાડીમાં બેઠેલો અન્ય એક વ્યક્તિ ગાડી લઈને ખેતરના કાચા રસ્તે ભાગી ગયો હતો. પોલીસે પીછો કરતા ગાડી 2 કિલોમીટર દૂર છોડી ચાલક ફરાર થયો હતો. પોલીસે સ્થળ પરથી ગાડીમાંથી કુલ 516 નંગ વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન જપ્ત કર્યા, જેની કિંમત 1,16,580 રૂપિયા હતી. ગાડી સહિત કુલ 4,16,580 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપી અરબાઝખાન મલેક અને ગાડીનો ચાલક ફરાર છે. બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં નવરાત્રી પહેલાં પોલીસની ગરબા આયોજકો સાથે બેઠક:CCTV, પાર્કિંગ, ફાયર NOC ફરજિયાત; ક્ષમતા મુજબ પાસ, SHE ટીમ કરશે ચેકિંગ
    Next Article
    સુરેન્દ્રનગરમાં 'રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધા' યોજાઈ:'સેવાના રંગ રાષ્ટ્રના સંગ' અંતર્ગત વિવિધ થીમ પર જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment