Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં નવરાત્રી પહેલાં પોલીસની ગરબા આયોજકો સાથે બેઠક:CCTV, પાર્કિંગ, ફાયર NOC ફરજિયાત; ક્ષમતા મુજબ પાસ, SHE ટીમ કરશે ચેકિંગ

    8 hours ago

    વલસાડમાં નવરાત્રી અને દશેરાના તહેવારો પહેલાં પોલીસે ગરબા આયોજકો સાથે બેઠક યોજી હતી. DySP એ.કે. વર્મા અને સીટી PI આર.એચ. વાળાએ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા સૂચનાઓ આપી હતી. આયોજકોને પૂરતા CCTV કેમેરા લગાવવા, તેનું સ્ટોરેજ રાખવા અને ખેલૈયાઓ માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા જણાવાયું હતું. ફાયર NOC સહિતની તમામ સરકારી મંજૂરીઓ સમયસર મેળવી લેવા તાકીદ કરાઈ. ગ્રાઉન્ડની ક્ષમતા મુજબ જ પાસનું વિતરણ કરવા અને એન્ટ્રી-એક્ઝિટ, ઇમરજન્સી ગેટની વ્યવસ્થા જાળવવા પણ સૂચના અપાઈ હતી. મહિલાઓની સુરક્ષા પ્રાથમિકતા રહેશે. છેડતી કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. SHE ટીમ સિવિલ ડ્રેસમાં ગુપ્ત રીતે ચેકિંગ કરશે. આયોજકોને કાયદો હાથમાં ન લેવા, સમસ્યા સર્જાય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર કલેકટર કચેરીમાં અનાજની અનોખી રંગોળી બનાવાઈ:'વિકસિત ભારત 2047' થીમ પર રંગોળી બનાવાઈ, શિક્ષકોએ પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કર્યો
    Next Article
    અખીયાણા ગામના તળાવ પાસે દારૂનો જથ્થો ઝડપાયો:516 બોટલો અને બિયરના ટીન સાથે 4.16 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપીઓ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment