Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર કલેકટર કચેરીમાં અનાજની અનોખી રંગોળી બનાવાઈ:'વિકસિત ભારત 2047' થીમ પર રંગોળી બનાવાઈ, શિક્ષકોએ પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કર્યો

    7 hours ago

    મહીસાગર જિલ્લામાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ લુણાવાડા કલેકટર કચેરી ખાતે એક અનોખી રંગોળી બનાવાઈ છે. શિક્ષણ વિભાગના શિક્ષકોએ અનાજ અને પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને આ સુંદર રંગોળી તૈયાર કરી. આ આયોજન જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ થયું. આ રંગોળી 'વિકસિત ભારત 2047' ની થીમ પર આધારિત છે. જિલ્લા કલેકટર અર્પિત સાગર અને જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે તેની મુલાકાત લઈ શિક્ષકોને પ્રોત્સાહન આપ્યું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપાબેન જહાંએ જણાવ્યું કે, રંગોળીમાં માત્ર પ્રાકૃતિક વસ્તુઓ અને અનાજનો ઉપયોગ થયો છે. કાર્યક્રમ પછી આ અનાજનો પક્ષીઓને ચણ તરીકે ઉપયોગ કરાશે, જે પર્યાવરણ અને જીવદયાનું સારું ઉદાહરણ છે. આ જ થીમ સાથે, મહીસાગર જિલ્લાના દરેક તાલુકા મથકે આવેલી પ્રાંત અને મામલતદાર કચેરીઓમાં પણ આવી જ રંગોળીઓ બનાવાશે. 'વિકસિત ભારત 2047' નો વિચાર લોકો સુધી પહોંચાડવા શિક્ષકોએ આ પહેલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    આશ્રમ શાળામાં 82 વિદ્યાર્થીઓના અડધા માથામાં મુંડન કર્યું:સ્કૂલમાં બાળકો રમતા હોવાથી સુપરિન્ટેન્ડન્ટ નારાજ થયા હતા, મહારાષ્ટ્રના ચંદ્રપુરનો મામલો
    Next Article
    વલસાડમાં નવરાત્રી પહેલાં પોલીસની ગરબા આયોજકો સાથે બેઠક:CCTV, પાર્કિંગ, ફાયર NOC ફરજિયાત; ક્ષમતા મુજબ પાસ, SHE ટીમ કરશે ચેકિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment