Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આશ્રમ શાળામાં 82 વિદ્યાર્થીઓના અડધા માથામાં મુંડન કર્યું:સ્કૂલમાં બાળકો રમતા હોવાથી સુપરિન્ટેન્ડન્ટ નારાજ થયા હતા, મહારાષ્ટ્રના ચંદ્રપુરનો મામલો

    7 hours ago

    મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક સરકારી આશ્રમ શાળાના 82 વિદ્યાર્થીઓના માથાના અડધા વાળ કાપી નાખવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના શનિવારે ચિમૂર તાલુકાના જંભુલઘાટ ખાતે આવેલી સરકારી સેકન્ડરી આશ્રમ શાળામાં બની હતી. આશ્રમમાંથી મળેલી માહિતી મુજબ, શનિવારે સવારે આશ્રમમાં બાળકોના વાળ કાપવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક બાળકો રમી રહ્યા હતા. બાળકોના આ વર્તનથી સુપરિન્ટેન્ડન્ટ પ્રશાંત મેશ્રામ નારાજ થઈ ગયા. તેમણે ગુસ્સામાં 82 બાળકોના માથાના અડધા વાળ કપાવી નાખ્યા. રવિવારે આ મામલો સામે આવતાં વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો. શાળાના આચાર્ય પ્રશાંત ગિરિએ આ ઘટના અંગે સુપરિન્ટેન્ડન્ટને કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. મામલો સામે આવ્યા બાદ રાત્રે ફરીથી કરાવવામાં આવ્યું હેરકટ મીડિયા અહેવાલો અનુસાર, વિદ્યાર્થીઓના વાળ કાપવા માટે ટ્રિમરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમના વાળ વાંકા-ચૂકા કપાઈ ગયા હતા. વિદ્યાર્થીઓના અજીબ અને અધૂરા રીતે કપાયેલા વાળની તસવીરો સાંજે વાઇરલ થઈ ગઈ હતી. ત્યારબાદ વાલીઓમાં રોષ ફેલાઈ ગયો હતો. તસવીરો સામે આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ શાળાનો સંપર્ક કર્યો. ત્યારબાદ મોડી રાત્રે ફરીથી બાળકોના વાળ કાપવામાં આવ્યા. અહેવાલો અનુસાર, આ પ્રક્રિયા રાત્રે લગભગ 11 વાગ્યે શરૂ થઈ હતી અને રવિવારે સવારે લગભગ 4 વાગ્યા સુધી ચાલી હતી. સુપરિન્ટેન્ડન્ટે કહ્યું- ખોટો ઈરાદો નહોતો શાળાના પ્રિન્સિપાલ પ્રશાંત ગિરીએ આ ઘટનાને લઈને સુપરિન્ટેન્ડન્ટને કારણદર્શક નોટિસ ફટકારી છે. શાળાના સુપરિન્ટેન્ડન્ટ પ્રશાંત મેશ્રામે પોતાનો બચાવ કરતાં કહ્યું કે નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ ખોટો ઈરાદો નહોતો. તેમણે કહ્યું કે વરસાદને કારણે વિદ્યાર્થીઓ થોડા સમયથી નિયમિત રીતે વાળ કપાવી શકતા નહોતા. તેથી બાળકોના વાળ ટૂંકા કરવામાં આવ્યા છે. દરમિયાન, વાલીઓએ દોષી ઠરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. વાલીઓની માગ છે કે જનજાતિ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ વિદ્યાર્થીઓના નિવેદનો અલગ-અલગ નોંધે અને સંબંધિત કર્મચારીઓ તથા અધિકારીઓની તપાસ કરે.
    Click here to Read More
    Previous Article
    આકાશ આનંદ 31 દિવસ બાદ ફરી બસપાના રાષ્ટ્રીય સંયોજક:માયાવતીએ ભત્રીજાને 3 વખત પદ પરથી હટાવ્યા, સસરાએ રાજકારણ છોડ્યું ત્યારે પદ આપ્યું
    Next Article
    મહીસાગર કલેકટર કચેરીમાં અનાજની અનોખી રંગોળી બનાવાઈ:'વિકસિત ભારત 2047' થીમ પર રંગોળી બનાવાઈ, શિક્ષકોએ પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કર્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment