Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી મહોત્સવ યોજાશે:પોલીસ પ્રશાસન દ્વારા આયોજન, તૈયારીઓની સમીક્ષા માટે બેઠક મળી, ખેલૈયાઓ માટે પ્રવેશ મફત

    16 hours ago

    ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. આ માટે પોલીસ તાલીમશાળામાં નવરાત્રી મહોત્સવ સમિતિની પ્રાથમિક બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગોધરા શહેરના યુવાનો, યુવતીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. "આપણું ગોધરા, આપણા ગરબા, આપણું ગ્રુપ" થીમ સાથે આ મહોત્સવમાં ખેલૈયાઓ સુરક્ષિત અને સંસ્કારી વાતાવરણમાં ગરબે ઘૂમી શકશે. મહોત્સવમાં ગોધરાના જાણીતા ‘શ્રીજી સૂર કલાવૃંદ’ અને ગોપાલ પટેલની ટીમ સંગીત રજૂ કરશે. પંચમહાલ પોલીસ પરિવાર દ્વારા દર વર્ષે યોજાતા આ ગરબા મહોત્સવમાં કોઈ પાસની જરૂર નથી અને ખેલૈયાઓ માટે પ્રવેશ મફત છે. અહીં સ્થાનિક કલાકારો જ ગરબા વગાડે છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમતા જોવા મળે છે. આયોજકોએ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના ખેલૈયાઓને ગરબા માણવા આમંત્રણ આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગીરનારની સીડીઓ પર વાનરની હાથ રૂમાલથી કનડગત:વીડિયો વાયરલ થતાં 25 ટ્રેકરોની કામગીરી પર ઉઠ્યા સવાલ, વન વિભાગ એક્શનમાં
    Next Article
    વારાણસીથી વડનગર જતી બાઇક યાત્રાનું મોડાસામાં સ્વાગત:સેવા સંકલ્પ અભિયાન હેઠળ યાત્રાનું આયોજન, મંત્રી કમલેશ પટેલ અને ધારાસભ્ય ભીખુસિંહ પરમાર હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment