Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વારાણસીથી વડનગર જતી બાઇક યાત્રાનું મોડાસામાં સ્વાગત:સેવા સંકલ્પ અભિયાન હેઠળ યાત્રાનું આયોજન, મંત્રી કમલેશ પટેલ અને ધારાસભ્ય ભીખુસિંહ પરમાર હાજર રહ્યા

    16 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં સેવા સંકલ્પ કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ અંતર્ગત વારાણસીથી વડનગર જતી બાઇક યાત્રાનું અરવલ્લી જિલ્લાના મોડાસામાં સ્વાગત કરાયું હતું. ઉત્તર પ્રદેશના આગ્રાથી શરૂ થયેલી આ બાઇક યાત્રા મોડાસા પહોંચી હતી. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ તેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. મોડાસામાં સ્વાગત પછી બાઇક યાત્રા વડનગર તરફ આગળ વધી. આ યાત્રાનો હેતુ સેવા, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો છે. આ અભિયાન હેઠળ અરવલ્લી જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આજે યાત્રાધામ શામળાજી ખાતે ગૌશાળા અને મંદિરમાં કાર્યક્રમો યોજાયા. રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાએ શામળાજીની ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી ગૌસેવા કરી. તેમની સાથે રાજ્ય સરકારના મંત્રી જયરામ ગાવિત પણ જોડાયા હતા. બંને મંત્રીઓએ ભગવાન શામળિયાના દર્શન કર્યા અને વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી.
    Click here to Read More
    Previous Article
    ગોધરા પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી મહોત્સવ યોજાશે:પોલીસ પ્રશાસન દ્વારા આયોજન, તૈયારીઓની સમીક્ષા માટે બેઠક મળી, ખેલૈયાઓ માટે પ્રવેશ મફત
    Next Article
    '2026 Is Not A Landmark Year For Content': Richa Chadha On Hanuman Ansh Success

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment