Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંકાના કારણે પ્રેમિકાની હત્યા:શિનોરમાં લીવ ઇન પાર્ટનરની હત્યા કરનાર આરોપી ઝડપાયો, ઝઘડો થયા બાદ હત્યા કરી

    1 day ago

    વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના છાણભોઈ ગામ ખાતે સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી હતી. પતિના નિધન બાદ પ્રેમી સાથે લીવ ઇનમાં રહેતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પ્રેમ સંબંધ અને ચારિત્ર્ય પરની શંકાના કારણે વિધવા મહિલાની તેના જ પ્રેમી દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. શંકાના કારણે અવારનવાર ઝઘડા થતા હતા શિનોર તાલુકાના વિસ્તારમાંથી મનીષાબેન વસાવા નામની મહિલાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવ અંગે DYSP પી. એન. પટેલના જણાવ્યા અનુસાર મૃતક મનીષાબેન વસાવા વિધવા થયા બાદ સતીશ વસાવા નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં બંધાયા હતા અને બંને સાથે રહેતા હતા. આરોપી સતીશ વસાવા અવારનવાર મનીષાબેન પર ચારિત્ર્ય અંગે શંકા-કુશંકાઓ કરતો હતો, જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આવેશમાં આવી આરોપીએ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા ગત રોજ સાંજે પણ કોઈ બાબતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ તકરાર દરમિયાન ગુસ્સામાં આવેલા સતીશે આવેશમાં આવીને મનીષાબેન પર તીક્ષ્ણ હથિયાર વડે તાબડતોબ હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે મનીષાબેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ શિનોર પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આરોપીની ધરપકડ કરાઇ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યારા પ્રેમી સતીશ વસાવાની અટકાયત કરી તેની વિધિવત ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક મહિલાના પતિનું 10 વર્ષ અગાઉ નિધન થયું હતું. મૃતક મનીષાને બે સંતાનો છે, જેમાં એક દીકરીના લગ્ન થઈ ગયા છે જ્યારે દીકરો તેના મામાના ઘરે રહેતો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીના શિનોલ ગામે ખેડૂત સંમેલન યોજાયું:મંત્રી કમલેશ પટેલની હાજરીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે પ્રેરણા અપાઈ
    Next Article
    કોંગ્રેસ 22 ઓક્ટોબરે મોરબીમાં ખેડૂતોની મહાસભા યોજશે:લલિત કગથરાએ કહ્યું- આગામી ચૂંટણી નહીં લડું, પણ ખેડૂતોના હક માટે હંમેશા લડતો રહીશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment