Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીના શિનોલ ગામે ખેડૂત સંમેલન યોજાયું:મંત્રી કમલેશ પટેલની હાજરીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે પ્રેરણા અપાઈ

    1 day ago

    અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિનોલ ગામે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું હતું. રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર પણ હાજર રહ્યા હતા. આ સંમેલનનો મુખ્ય હેતુ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી તેમને પ્રાકૃતિક ખેતી, ખેડૂતલક્ષી યોજનાઓ અને આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે માહિતી આપવાનો હતો. પ્રાકૃતિક ખેતીના ફાયદા, તેની પદ્ધતિઓ અને સરકારની સહાય અંગે માર્ગદર્શન અપાયું હતું. ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા, ખર્ચ ઘટાડવા અને પર્યાવરણનું રક્ષણ કરવા પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરાયા. સફળ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવીને મેળવેલા અનુભવો અને લાભો અન્ય ખેડૂતો સાથે શેર કર્યા હતા. તેમના અનુભવોથી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા મળી. આ સંમેલન દ્વારા ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ લેવા અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં ખેડૂતો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના જમીન માફિયા અલ્પેશ ડોંગા સામે વધુ એક ફરિયાદ દાખલ:ખેડૂતને રૂ.9 લાખ વ્યાજે આપી અઢી કરોડની જમીન પડાવી, 1 કરોડની ખંડણી માંગી, બે આરોપીની ધરપકડ
    Next Article
    શંકાના કારણે પ્રેમિકાની હત્યા:શિનોરમાં લીવ ઇન પાર્ટનરની હત્યા કરનાર આરોપી ઝડપાયો, ઝઘડો થયા બાદ હત્યા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment