Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના જમીન માફિયા અલ્પેશ ડોંગા સામે વધુ એક ફરિયાદ દાખલ:ખેડૂતને રૂ.9 લાખ વ્યાજે આપી અઢી કરોડની જમીન પડાવી, 1 કરોડની ખંડણી માંગી, બે આરોપીની ધરપકડ

    1 day ago

    રાજકોટના સૌથી મોટા જમીન કૌંભાડી અલ્પેશ દોંગા સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં ખેડૂતને 9 લાખ રૂપિયા વ્યાજે આપીને તેની કિંમતી જમીન કે જેની બજાર કિંમત અઢી કરોડ છે તે પોતાને નામ કરાવી લીધી. ખેડૂતે જમીન પાછી માંગતા અલ્પેશ દોંગાએ રૂપિયા 1 કરોડની ખંડણી આપવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી મુખ્ય આરોપી અલ્પેશ દોંગાનો જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખેડૂતોની જમીન પચાવી પાડીને છેતરપિંડી આચરનાર જમીન માફિયા અલ્પેશ દોંગા સામે ક્રાઇમ બ્રાન્ચમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. લાલજીભાઇ નામના ખેડૂતે અલ્પેશ દોંગા પાસેથી 9 લાખ રૂપિયા અઢી ટકા વ્યાજે લીધાં હતા. બદલામાં અલ્પેશ દોંગાએ તેની જમીન કે જેની બજાર કિંમત અઢી કરોડ રૂપિયા છે તે સબ રજીસ્ટ્રાર ઓફિસમાં લખાવી લીધી હતી. જ્યારે ફરિયાદીએ તેને લીધેલી વ્યાજની રકમ અને મુદ્દલ મળીને કુલ 13 લાખ રૂપિયા ચૂકવી દીધા છતાં અલ્પેશે તેની જમીન પાછી આપી નહિ અને એક કરોડ રૂપિયા આપશે તો જ દસ્તાવેજ રદ્દ થશે તેવું કહીને ધમકી આપી હતી. ખેડૂતને છેતરપિંડીના આ ષડયંત્રમાં અલ્પેશના રોકાણકાર જીતેન્દ્ર નશીત અને હરેશ અજાણી પણ સાથે હતા જેથી ખેડૂતની ફરિયાદ પરથી પોલીસે આ બંન્ને શખ્સોની ધરપકડ કરી જ્યારે અલ્પેશ દોંગા જ્યુડિશીયસ કસ્ટડીમાં હોય જેથી તેનો કબ્જે લેવાની તજવીજ હાથ ધરી છે. કઇ રીતે આચરતો છેતરપિંડી ? પોલીસના કહેવા મુજબ અલ્પેશ દોંગા વર્ષ 2012માં મની પ્લસ સહકારી શરાફી મંડળી બનાવી હતી અને બાદમાં આ મંડળીના માધ્યમથી અલગ અલગ કાર્યક્રમો કરીને ખેડૂતોને બોલાવતો હતો. જે ખેડૂતોને રૂપિયાની જરૂરિયાત હોય તેને અઢી ટકા વ્યાજે નાણા આપતો હતો અને બદલામાં તેની કિંમતી જમીન પોતે લખાવી દેતો હતો. અલ્પેશ એટલો શાતિર હતો કે ખેડૂતની જમીન ખેડૂતને સાથે રાખીને સબ રજીસ્ટ્રાર ઓફિસમાં જ પોતાના અથવા તો તેના રોકાણકારોના નામે કરાવતો હતો અને ખેડૂત જ્યારે તેને રૂપિયા પરત આપે ત્યારે તેની જમીન આપતો નહિ. ખેડૂતની મરજીથી દસ્તાવેજ થયો હોવાથી ખેડૂત લાચાર બની કંઇ કરી શકતો ન હતો. અને જમીન પરત માંગવા માટે કરોડો રૂપિયાની ખંડણી માંગતો હતો. અલ્પેશ દોંગા વિરુદ્ધ આ જ પ્રકારના કુલ 14 જેટલા ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. રાજકોટ રૂરલ, જામનગર જિલ્લો અને હવે રાજકોટ શહેરમાં પણ અલ્પેશ સામે કાયદાનો ગાળિયો મજબૂત બન્યો છે અને તેની વિરુદ્ધ ફરિયાદ કરાઇ છે. પોલીસ આવા ભોગ બનનાર ખેડૂતના જમીનના દસ્તાવેજો તપાસના કામે કબ્જે લેશે અને ત્યારબાદ કોર્ટના માધ્યમથી કાયદાકીય રીતે જમીન ખેડૂતને પરત અપાવવા પ્રયત્ન કરશે. રાજકોટ ગ્રામ્ય પોલીસની તપાસમાં 130 વિધા જમીન જેની બજાર કિંમત અંદાજિત 43 કરોડ થાય છે જે અલ્પેશ દોંગાએ માત્ર 2.15 કરોડ રૂપિયામાં લીધા હોવાનું ખૂલ્યું હતું જે ખેડૂતોને તેની જમીન અપાવવા પ્રયત્નશીલ બની છે ત્યારે પોલીસ તપાસમાં અલ્પેશના જમીન કૌંભાડનો આંક કેટલે સુધી પહોંચે છે તે જોવાનું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    સિંહ અને દીપડાના હુમલા મુદ્દે પૂર્વ કૃષિ મંત્રીની સરકારને ટકોર:ગીરના જંગલ બહાર આવી રહેલા વન્યજીવોના હુમલા મુદ્દે સરકાર પર સવાલો: છેલ્લા દોઢ વર્ષમાં 50 થી 60 લોકોએ ગુમાવ્યા જીવ.
    Next Article
    અરવલ્લીના શિનોલ ગામે ખેડૂત સંમેલન યોજાયું:મંત્રી કમલેશ પટેલની હાજરીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે પ્રેરણા અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment