Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતીમાં બીજા દિવસે યુવકનો કૂદીને આપઘાતનો પ્રયાસ:સરદાર બ્રિજ પર લટકીને નદીમાં કૂદ્યો, સફાઈના સ્કીમર મશીનથી જીવ બચાવી બહાર લાવતા રડવા લાગ્યો

    1 week ago

    અમદાવાદમાં સાબરમતી નદીમાં બીજા દિવસે પણ એક યુવકે કૂદીને આપઘાતનો પ્રયત્ન કર્યો છે. યુવક સરદાર બ્રિજની ઝાડી કૂદીને બ્રિજ પર દોરડાથી લટકી રહ્યો હતો, જે બાદ નદીમાં છલાંગ લગાવી હતી. જોકે, યુવક કૂદતા જ પાસે રહેલી સાફ-સફાઈના સ્કીમર મશીન દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે યુવકને બહાર લાવવામાં આવ્યો ત્યારે તે રડી રહ્યો હતો. રિવરફ્રન્ટ પોલીસ પહોંચીને યુવકને સમજાવીને પરિવારને સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ એક યુવક સરદાર બ્રિજ પર આપઘાત કરવા પહોંચી ગયો હતો, જેનું દોરડાથી રેસ્ક્યૂ કરાયું હતું. ઘટનાની બે તસવીર 30 સેકન્ડ સુધી પાણીમાં બચવા હવાતિયાં માર્યા સરદાર બ્રિજ પર આજે (5 ઓક્ટોબર) બપોરે 1 વાગ્યાની આસપાસ એક યુવક ઝાળી કૂદીને બ્રિજ પર દોરડાના સહારે લટકી રહ્યો હતો. યુવકને જોઈને આસપાસ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા તાત્કાલિક ફાયર વિભાગની રિવર રેસ્ક્યૂ ટીમને પણ જાણ કરી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ પહોંચે ત્યાં સુધીમાં તો લટકતો યુવક નદીમાં કૂદી ગયો હતો. આ જ સમયે નદીમાં સ્કીમર મશીન દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી રહી હતી. આ મશીન દ્વારા યુવકનું તાત્કાલિક રેસ્ક્યૂ કરાયું હતું. આ પણ વાંચો…એલિસબ્રિજ પર આપઘાતનો હાઈવોલ્ટેજ ડ્રામા, દોઢ કલાક બાદ યુવકનું દોરડું બાંધી રેસ્ક્યૂ પોલીસ સ્ટેશન લઈ જઈ પરિવારને જાણ કરી યુવકનું તાત્કાલિક બહાર કાઢતા જીવ બચી ગયો હતો. યુવકને બચાવી રિવરફ્રન્ટ પર લાવવામાં આવ્યો હતો, ત્યારે તે રડી રહ્યો હતો. રિવરફ્રન્ટ પોલીસ દ્વારા યુવકને પોલીસ સ્ટેશન લઈ જઈને સમજાવી પરિવારને જાણ કરાઈ છે. સમગ્ર મામલે રિવરફ્રન્ટ પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો:તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધ્યું, સૌરાષ્ટ્ર અને કચ્છના તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો
    Next Article
    જામનગરમાં 260 મહેસૂલી કર્મચારી માસ સીએલ પર, સરકારી કામગીરી ઠપ:પડતર માંગણીઓ માટે વિરોધ; 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment