Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો:તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધ્યું, સૌરાષ્ટ્ર અને કચ્છના તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો

    1 week ago

    હવામાન વિભાગની આગાહી અનુસાર 12 ઓક્ટોબર સુધી રાજ્યમાં સામાન્ય રીતે હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. દરિયાકાંઠાના વિસ્તારો અંગે વાત કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ કે દાસે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાશે. આગામી 12 કલાક દરમિયાન દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ 15થી 20 નોટ સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની વિદાવ વચ્ચે ગરમી અને બફારાની અનુભુતિ અમદાવાદ શહેર માટે આજે આકાશ ક્લિયર રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ શકે છે. ચોમાસા પછીના સમયગાળામાં અનુભવાતી ગરમી અને બફારા અંગે તેઓએ જણાવ્યું કે હવામાં ભેજના પ્રમાણને કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જોકે તાપમાન સામાન્ય કરતાં માત્ર 1 થી 2 ડિગ્રી વધારે છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    જિ.પંચાયતમાં ખાસ સામાન્ય બોલાવવા અને ગ્રાન્ટ ફાળવણી મુદ્દે કોંગ્રેસનો હોબાળો:કોંગ્રેસનો ભેદભાવ આક્ષેપ, પ્રમુખે આરોપો નકાર્યા; પ્રમુખે 24 લાખના આયોજનના પુરાવા હોવાનો દાવો કર્યો
    Next Article
    સાબરમતીમાં બીજા દિવસે યુવકનો કૂદીને આપઘાતનો પ્રયાસ:સરદાર બ્રિજ પર લટકીને નદીમાં કૂદ્યો, સફાઈના સ્કીમર મશીનથી જીવ બચાવી બહાર લાવતા રડવા લાગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment