Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 260 મહેસૂલી કર્મચારી માસ સીએલ પર, સરકારી કામગીરી ઠપ:પડતર માંગણીઓ માટે વિરોધ; 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી

    1 week ago

    જામનગર જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ માટે આંદોલન તેજ કર્યું છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આહવાન પર આજે 260 કર્મચારીઓ એક દિવસીય 'માસ સીએલ' પર ઉતર્યા. આ કારણે સરકારી કામગીરી ઠપ થઈ ગઈ હતી. કર્મચારીઓ બદલી, બઢતી અને સિનિયોરિટી સહિતની 14 જેટલી માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે. તેમણે પ્લેકાર્ડ સાથે ધરણા પર બેસીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરી જતાં મામલતદાર, પ્રાંત અને જિલ્લા કલેક્ટર કચેરીમાં કામકાજ પર અસર પડી. જનસેવા કેન્દ્રો, ઈ-ધરાની નોંધણી, જમીન દસ્તાવેજો અને મતદારયાદી સહિતની સેવાઓ ખોરવાઈ ગઈ. અરજદારોને મુશ્કેલી પડી હતી. જામનગર જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના મંત્રી રમેશભાઈ બંધિયાએ જણાવ્યું કે, એક વર્ષથી રજૂઆતો છતાં કોઈ નિર્ણય લેવાયો નથી. જો સરકાર હકારાત્મક વલણ નહીં અપનાવે તો 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અનિશ્ચિત મુદતની હડતાળ પાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સાબરમતીમાં બીજા દિવસે યુવકનો કૂદીને આપઘાતનો પ્રયાસ:સરદાર બ્રિજ પર લટકીને નદીમાં કૂદ્યો, સફાઈના સ્કીમર મશીનથી જીવ બચાવી બહાર લાવતા રડવા લાગ્યો
    Next Article
    છેતરપિંડીના ગુનામાં 23 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:અમરેલીમાં 2003ના કેસમાં રાજુલા પોલીસે 2026માં મોરબીથી પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment