Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડીના ગુનામાં 23 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:અમરેલીમાં 2003ના કેસમાં રાજુલા પોલીસે 2026માં મોરબીથી પકડ્યો

    1 week ago

    રાજુલા પોલીસે છેતરપિંડીના ગુનામાં 23 વર્ષથી ફરાર આરોપીને 2026માં મોરબીથી પકડ્યો છે. આ આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી ઉર્ફે બદાણી પીપાવાવ પોર્ટ પર સુરક્ષા સુપરવાઈઝર હતો. તેણે 2003માં સુરક્ષા કર્મચારીઓના પગારના 94,685 રૂપિયા લઈને ફરાર થયો હતો. આ ગુનો 2003માં IPC કલમ 406 અને 420 હેઠળ નોંધાયો હતો. પીપાવાવના સુરક્ષા અધિકારી ઉમેદસિંગ લાંબાએ ફરિયાદ કરી હતી. આરોપી મુંબઈ-મલાડની કંપનીના સુરક્ષા કર્મચારીઓના પગાર લઈને ભાગી ગયો હતો. પોલીસે 2003માં જૂનાગઢ અને મુંબઈમાં તપાસ કરી હતી, પરંતુ તે મળ્યો નહોતો. તે પોતાની ઓળખ, મોબાઈલ અને બેંકિંગ સહિતની ડિજિટલ કડીઓ બદલતો રહ્યો હતો. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસ તેના સુધી પહોંચી. અમરેલી SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ રાજુલા PI વી.એમ. કોલાદરાની ટીમે આ કાર્યવાહી કરી. આરોપી 10 હજાર રૂપિયાનો ઇનામી હતો. ઓળખ છુપાવવા વારંવાર નામ, મોબાઇલ અને સરનામાં બદલતો રાજુલા પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી છેલ્લા ઘણા વર્ષોથી પોતાની ઓળખ અને ડિજિટલ કડીઓ બદલતો રહ્યો હતો. ‘પ્રકાશ રતિલાલ શાહ’ નામ ધારણ કરીને તેણે રાજસ્થાનના જોધપુર, જયપુર ઉપરાંત નાસિક, વડોદરા, જામનગર, સુરત, રાજકોટ-મેટોડા GIDC, અમદાવાદ, પાલનપુર-બનાસકાંઠા અને મોરબી સહિતના વિવિધ સ્થળોએ રહેવા દરમિયાન નવા મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ અને સરનામાંનો ઉપયોગ કર્યો હતો. પોલીસ તપાસ મુજબ આરોપી નોકરી છોડતી વખતે મોબાઇલ નંબર બંધ કરી દેતો હતો અને જૂના સંપર્કો સાથેનો સંપર્ક પણ તોડી નાખતો હતો. તપાસ દરમિયાન પોલીસને તેના સાથે સંકળાયેલા કુલ 9 મોબાઇલ નંબર મળી આવ્યા હતા, પરંતુ તેમાંથી મોટાભાગના વર્ષ 2024 સુધીમાં બંધ થઈ ચૂક્યા હતા અથવા અન્ય વ્યક્તિઓના નામે થઈ ગયા હતા. આરોપીના ત્રણ બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા હતા, જે વર્ષ 2024 સુધીમાં બંધ થઈ ચૂક્યા હતા. સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. જૂના ફોટામાંથી મળી મહત્વની કડી આરોપી સુધી પહોંચવા માટે રાજુલા પોલીસની ટીમે ટેક્નિકલ એનાલિસિસ, સોશિયલ મીડિયા, બેંકિંગ વિગતો અને હ્યુમન સોર્સ સહિતની વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીની જન્મતારીખ 26 ડિસેમ્બર 1966 હોવાનું જૂના રેકર્ડમાંથી સામે આવ્યું હતું. આ જન્મતારીખના આધારે કરવામાં આવેલી તપાસ દરમિયાન ‘પ્રકાશ રતિલાલ શાહ’ નામની વ્યક્તિ શંકાસ્પદ જણાઈ હતી. જોકે પોલીસ દ્વારા આરોપી હોવાનું માનતા પહેલાં તેની સાથે સંકળાયેલી તમામ કડીઓનુ ઊંડાણપૂર્વક વેરિફિકેશન કરવામાં આવ્યું હતું આ દરમિયાન આરોપીના જૂના ફોટા સાથે જોડાયેલી એક મહત્વની કડી પોલીસને મળી ફોટામાંથી નવજ્યોત મનોવિકાસ કેન્દ્ર, રાજસ્થાન સાથેનો સંદર્ભ મળતાં પોલીસે સંસ્થાનો સંપર્ક સાધ્યો હતો. હ્યુમન સોર્સની મદદથી આરોપીનો હાલનો મોબાઇલ નંબર મેળવવામાં આવ્યો હતો. આ નંબર પ્રકાશ રતિલાલ શાહ તરીકે રહેતા આરોપીનો જ હોવાનું ચકાસણી બાદ સ્પષ્ટ થતાં પોલીસ તેની ચોક્કસ લોકેશન સુધી પહોંચી હતી. મોરબીથી ઝડપાયો આખરે રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે ચોક્કસ માહિતી અને લોકેશનના આધારે મોરબી ખાતેથી પ્રકાશ રતિલાલ બઘાણી ઉર્ફે બદાણીને ઝડપી પાડ્યો હતો. આમ, વર્ષ 2003થી એટલે કે છેલ્લા 23 વર્ષથી પોલીસ પકડથી દૂર રહેલા રૂ.10 હજારના ઇનામી આરોપીને ઝડપી પાડવામાં રાજુલા પોલીસને સફળતા મળી છે. પૂછપરછમાં અનેક બાબતો સામે આવી પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે કે, તે વર્ષ 1988થી પોતાનું ઘર અને મુંબઈ છોડી ગયો હતો. ત્યાર બાદ વર્ષ 1995માં વાપી ખાતે લવ મેરેજ કર્યા હતા અને તેને બે દીકરી પણ છે. જોકે વર્ષ 2000થી તેણે પરિવાર સાથે પણ સંપર્ક તોડી નાખ્યો હોવાનું જણાવ્યું હતું. આરોપીએ પોલીસ સમક્ષ એવું પણ જણાવ્યું હોવાનું જાણવા મળે છે કે, જ્યાં નોકરી કરતો ત્યાંથી નોકરી છોડીને નાની-મોટી રકમ લઈને ફરાર થઈ જતો હતો અને ત્યાર બાદ પોતાની પાછળની હિસ્ટ્રી છુપાવવા માટે ઓળખ અને સંપર્કની વિગતો બદલતો હતો. હાલ આરોપીએ અગાઉ અન્ય કોઈ મોટો ગુનો કર્યો છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 260 મહેસૂલી કર્મચારી માસ સીએલ પર, સરકારી કામગીરી ઠપ:પડતર માંગણીઓ માટે વિરોધ; 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી
    Next Article
    સુરતમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ:મૈત્રી કરાર કરાવી ઓયો હોટલ અને ભાવનગરમાં શારીરિક સંબંધ બાંધ્યા, સિંગણપોર પોલીસે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment