Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહપુર-પાલજ રોડ પર પૂરપાટ ઝડપે એક્ટિવા ચાલકે બાઈકને ટક્કર મારી:બાઈક લઈને ઝેપટોમાં નોકરીએ જતા ડિલિવરી બોયનું સારવાર દરમિયાન મોત, મેરેથોન દોડના ડાયવર્ઝન વચ્ચે અકસ્માત

    4 days ago

    ગાંધીનગરના શાહપુરથી પાલજ જતા રોડ ઉપર સ્થાનિક સ્તરે યોજાયેલી મેરેથોન દોડના આયોજનને પગલે રસ્તા પર આપવામાં આવેલા ડાયવર્ઝનને કારણે સર્જાયેલી ટ્રાફિક પરિસ્થિતિ વચ્ચે પૂરપાટ ઝડપે એક એક્ટિવા ચાલકે નોકરી પર જઈ રહેલા યુવકના બાઇકને સામેથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવકને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝેપટો કંપનીમાં નોકરીના સમયે જઈ રહ્યો હતો ગાંધીનગરના મગોડી ગામનો 27 વર્ષીય મનોજ રીલાયન્સ ચોકડી પાસે ઝેપટો કંપનીમાં નોકરી કરતો હતો. દરરોજની જેમ ગઈકાલે સવારે તે બાઇક લઈને નોકરી જવા માટે ઘરેથી નીકળ્યો હતો. તે જ સમયે પાલજથી શાહપુર તરફ જવાના રોડ ઉપર મેરેથોન દોડનું આયોજન હોવાથી વાહનવ્યવહાર માટે વિશેષ ડાયવર્ઝન ગોઠવવામાં આવ્યું હતું. એક્ટિવા ચાલકે બાઈકને ટક્કર મારી આ ડાયવર્ઝનને કારણે મનોજ બાઇક રોડની ડાબી બાજુએ ખૂબ જ સાવચેતીપૂર્વક ચલાવીને પસાર થઈ રહ્યો હતો. દરમિયાન શાહપુર ગામની સીમમાં માયસ્ટીક ફોલ્સ પાર્ટી પ્લોટની સામેથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા એક્ટિવાના ચાલકે અચાનક કાબૂ ગુમાવી દીધો હતો અને મનોજના બાઈકને સામેથી જોરદાર ટક્કર મારી દીધી હતી. બાઈક ચાલકનું અમદાવાદ સિવિલમાં સારવાર સમયે મોત આ અકસ્માતના લીધે બંને ચાલકો વાહનો પરથી ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતા અને બંનેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના રાહદારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં કોઈ જાગૃત નાગરિકે 108 એમ્બ્યુલન્સને ફોન કરીને અકસ્માતની જાણ કરી બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ ખસેડ્યા હતા.જ્યાં ઇમરજન્સી વોર્ડમાં પ્રાથમિક સારવાર દરમિયાન મનોજને હાથે, પગે, શરીરે અને ખાસ કરીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવતા તેને અમદાવાદ સિવિલ રિફર કરાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ મનોજે દમ તોડી દીધો હતો.આ ગમખ્વાર ઘટના અંગે મૃતકના પિતા વિમલકુમાર પટેલે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા બેંક ચેરમેન વિવાદ: 12 ઓક્ટોબરે તાકીદની સભા બોલાવાઈ:પ્રતીક ઉપવાસ સામે બેઠક, હંસાબેન પટેલને પદ પરથી હટાવવા સહિત 7 મુદ્દા પર ચર્ચા થશે
    Next Article
    હિંમતનગરમાં કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:આગામી વસતી ગણતરીમાં OBC માટે અલગ શ્રેણી અને જાતિ આધારિત માહિતીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment