Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:આગામી વસતી ગણતરીમાં OBC માટે અલગ શ્રેણી અને જાતિ આધારિત માહિતીની માંગ

    4 days ago

    હિંમતનગરમાં ગુજરાત કોંગ્રેસના OBC વિભાગ અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસે કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું. આગામી વસતી ગણતરીમાં જાતિ આધારિત માહિતી વૈજ્ઞાનિક અને ભૂલરહિત એકત્રિત કરવાની માંગ કરાઈ. કોંગ્રેસે વસતી ગણતરીના ફોર્મમાં OBC માટે અલગ શ્રેણી, યુનિક સાયન્ટિફિક કાસ્ટ કોડ અને પ્રમાણિત 'કાસ્ટ માસ્ટર લિસ્ટ'ની માંગ કરી. ડિજિટલ વસતી ગણતરીમાં સર્ચેબલ ડ્રોપ-ડાઉન મેનૂ અને નિષ્ણાતોની રાષ્ટ્રીય સમિતિ બનાવવાની રજૂઆત કરાઈ હતી. બીજી તરફ, ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે અસભ્ય વર્તનના મામલે આવેદનપત્ર અપાયું હતું. કોંગ્રેસે પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી અને ભાજપના નેતા સામે ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. આ પ્રસંગે ગુજરાત OBC વિભાગના ચેરમેન ડૉ. મહેશ કે. રાજપૂત (એસી રાજપૂત), સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામ સોલંકી, જિલ્લા કોંગ્રેસ મીડિયા કન્વીનર કુમાર ભાટ, પૂર્વ પ્રમુખ અશોક પટેલ, કિરણસિંહ ઝાલા, અજમલજી, બાબુજી ઠાકોર, બેચરજી, રામસિંહ, દશરથજી તથા ચંદ્રસિંહ ઝાલા સહિત OBC સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    શાહપુર-પાલજ રોડ પર પૂરપાટ ઝડપે એક્ટિવા ચાલકે બાઈકને ટક્કર મારી:બાઈક લઈને ઝેપટોમાં નોકરીએ જતા ડિલિવરી બોયનું સારવાર દરમિયાન મોત, મેરેથોન દોડના ડાયવર્ઝન વચ્ચે અકસ્માત
    Next Article
    રેન્ટ એક્ટની સત્તા કોર્ટ પાસેથી છીનવવાના વિરોધમાં વકીલોની હડતાળ:500થી વધુ વકીલો કોર્ટ કામગીરીથી અળગા રહ્યા; કન્ઝ્યુમર-લેબર કોર્ટની પણ માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment