Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસની ફ્લેગ માર્ચ:મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સહિત 500થી વધુ પોલીસકર્મીઓ જોડાયા, સંવેદનશીલ વિસ્તારમાં સર્ચ

    1 day ago

    ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે અમદાવાદ સિટી પોલીસે કમર કસી છે. રથયાત્રાના રૂટ પર કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે રવિવારે(5 જુલાઈ) મોડી રાત્રે પોલીસે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું. આ ફ્લેગ માર્ચમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 500થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. 500થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા સાંજે પણ નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની આગેવાનીમાં જમાલપુરથી રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે બાદ રાતે 11 વાગ્યાથી સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર અને DCP રૂપલ સોલંકીની આગેવાનીમાં સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં ગાયકવાડ હવેલી,ખાડિયા,કાલુપુર,શહેરકોટડા, શાહપુર ,દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત 500થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે રથયાત્રાના રૂટ પર પોલીસની ફ્લેગ માર્ચ દરમિયાન સંવદેશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ખાસ તપાસ કરવામાં આવી હતી. પોલીસ ફ્લેગ માર્ચની તસવીર
    Click here to Read More
    Previous Article
    Mumbai, Pune, Raigad districts and ghat areas on ‘red’ alert today
    Next Article
    માલધારી પર સિંહના હુમલાનો LIVE VIDEO:વનરાજે પગને આંટી મારી ડણક મારી, લોહિલુહાણ કર્યો; પાલિતાણામાં વનવિભાગની ટીમ દોડતી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment