Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માલધારી પર સિંહના હુમલાનો LIVE VIDEO:વનરાજે પગને આંટી મારી ડણક મારી, લોહિલુહાણ કર્યો; પાલિતાણામાં વનવિભાગની ટીમ દોડતી થઈ

    1 day ago

    ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે આજે 6 જુલાઈ સવારે સિંહે એક માલધારી પર હુમલો કર્યો હતો. જેનો લાઈવ વીડિયો વાઇરલ થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ લોહિલુહાણ માલધારીને તાત્કાલિક સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સિંહે પગને આંટી મારીને ડણક મારી વીડિયોમાં જોઈ શકાય છે કે, સિંહ માલધારીને જમીન પર દબોચીને બેઠો છે અને આસપાસ ઉભેલા લોકો જોરજોરથી બૂમો પાડી રહ્યા છે. માલધારી પોતાનો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યો છે અને સિંહને હાથ ફેરવતો પણ દેખાઈ છે. સિંહે પગને આંટી મારીને ડણક મારી હતી, લોકોએ પથ્થરના ઘા કર્યા હતા. માલધારીના શરીરના થોડાક ભાગો પર ઈજાઓ થઈ હોવાથી લોહી નીકળતું દેખાઈ છે. આસપાસના લોકો બચાવવા માટે બૂમો પાડી રહ્યાને અવાજ સંભળાય છે. માલધારી પર સિંહનો હુમલો, લોહીલુહાણ કરી નાખ્યો આ બનાવ અંગે મળતી માહિતી મુજબ પાલીતાણા તાલુકા ગરજીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા માલધારી કાળુભાઈ બોઘાભાઈ ગમારા પોતાના ઘરે હતા, તે દરમિયાન અચાનક એક સિંહે તેના પર હુમલો કરી દીધો હતો. સિંહના હુમલાને કારણે માલધારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક અસરગ્રસ્ત માલધારીને સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, સાથે જ આ અંગે સ્થાનિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ‘સિંહ કાળુભાઈના ઘરમાં અંદર ઘૂસી ગયો હતો’ પાલિતાણા તાલુકા પંચાયતના સભ્ય ચેતન ડાભીએ જણાવ્યું હતું કે, આજે(6 જુલાઈ) સવારમાં સાડા આઠે વાગ્યે ગરજીયા ગામે ત્રણ સિંહો આવી ગયા હતા અને કાળુભાઈ બોઘાભાઈના ઘર પાસે અને એના ઘરમાં અંદર ઘૂસી ગયા હતા અને કાળુભાઈને ઈજાઓ પહોંચાડી છે. તો અમારી ફોરેસ્ટને નમ્ર વિનંતી છે કે સિંહોને અહીંયાથી સુરક્ષિત જંગલમાં ખસેડી આપે. ગામમાં સુરક્ષા ન હોવાના કારણે ફોરેસ્ટને ઘણી વખત જાણ કરી છે પણ છતાંય ફોરેસ્ટ વિભાગ ધ્યાન દેતું નથી. તો તાત્કાલિક સિંહોને અહીંથી હટાવી લે અને આ ગામ લોકોની સુરક્ષિત સુરક્ષા આપે એવી અમારી માગ છે. ‘દોઢ કલાકે વનવિભાગની ટીમ ઘટનાસ્થળે આવી’ ગરજીયા ગામના સરપંચના પતિ સવજીભાઈએ જણાવ્યું હતું કે, આ બનાવ વિશે વનવિભાગને ફોન કર્યો અને દોઢ કલાકે વનવિભાગની ટીમ ઘટનાસ્થળે આવી. માણસને પ્રાણી નાખી તો તેને કંઈ સજા નહીં. પણ પ્રાણીને માણસ મારી નાખી તો તેને સજા મળે. છેલ્લા 5 વર્ષથી ગામમાં સાવજ દેખાય છે. સાવજને તેમના હદ વિસ્તારમાં મોકલી આપવાની વિનંતી કરીએ છીએ. વન વિભાગની ટીમ દોડી આવી ​માલધારી પર થયેલા સિંહના હુમલાના પગલે વન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે. વન વિભાગ દ્વારા હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને વિસ્તારમાં દહેશત ફેલાવનાર વન્ય પ્રાણીને પકડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ​આ ઘટના બાદ ગરજીયા ગામ અને આસપાસના માલધારીઓમાં પોતાના પશુઓ અને પરિવારની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસની ફ્લેગ માર્ચ:મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સહિત 500થી વધુ પોલીસકર્મીઓ જોડાયા, સંવેદનશીલ વિસ્તારમાં સર્ચ
    Next Article
    વલસાડમાં 14 વર્ષની સગીરા 4 માસની ગર્ભવતી:વલસાડ રૂરલ પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment