Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસું પૂરું થતાં જ વડોદરામાં જળસંકટ:વોર્ડ નં.14માં 4 મહિનાથી પાણીની ધાંધિયાથી રહીશો આક્રમક, રજૂઆત કરવા આવ્યા તો પાલિકાના ગેટ બંધ કર્યા

    11 hours ago

    વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. શહેરના વોર્ડ નંબર 14માં ચાર મહિનાથી પૂરતા પ્રેશરથી પાણી ન મળતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ગંભીર સમસ્યાથી કંટાળેલા નાગરિકો મોટી સંખ્યામાં વડોદરા મનપાની મધ્યસ્થ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, આક્રોશિત રહીશોને કચેરીમાં પ્રવેશતા અટકાવવા માટે પાલિકા તંત્ર દ્વારા મુખ્ય ગેટ જ બંધ કરી દેવામાં આવતા રહીશોનો રોષ બેવડાયો હતો. ચાર મહિનાથી ઓછા દબાણ સાથે પાણી મળે છે વોર્ડ નંબર 14ના રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર મહિનાથી તેમના વિસ્તારમાં પીવાનું પાણી અત્યંત ઓછા પ્રેશરથી આવી રહ્યું છે, જેના કારણે દૈનિક જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. ચોમાસા દરમિયાન જ પાણીનો આવો કપાત અને ધાંધિયા શરૂ થઈ જતાં રહીશોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. પૂરતું પાણી ન મળવાના કારણે લોકોને ફરજિયાતપણે પાણીના ટેન્કરો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. રોજ 14 થી 15 ટેન્કર મોકલાય છે સ્થાનિક કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વિસ્તારની પરિસ્થિતિ એટલી વિકટ છે કે રોજના 14 થી 15 જેટલા પાણીના ટેન્કરો પહોંચાડવામાં આવી રહ્યા છે, તેમ છતાં તમામ ઘરો સુધી પૂરતું પાણી પહોંચી શકતું નથી. આ સમગ્ર મામલે ઇલેક્શન બોર્ડ નંબર 14ના કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા રહીશોના સમર્થનમાં આવીને પાલિકા સત્તાધીશો સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે રહીશોનો અવાજ બુલંદ કરતા સવાલ ઉઠાવ્યો હતો કે, શહેરમાં ખરેખર પાણીની અછત છે કે પછી પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ જાણી જોઈને "ટેન્કર રાજ" પ્રોત્સાહિત કરવા માંગે છે? ટેન્કર માફિયાઓને આર્થિક ફાયદો ટેન્કર માફિયાઓને આર્થિક ફાયદો કરાવવા માટે રહીશોને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. પાલિકા કચેરીના બંધ ગેટ સામે રહીશોએ સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વહેલી તકે પાણી પુરવઠો નિયમિત કરવાની માંગ કરી હતી. રહીશોએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં વોર્ડ નંબર 14માં પૂરતા પ્રેશરથી લાઇન દ્વારા પાણી પૂરું પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તંત્ર દ્વારા આ બાબતે સત્વરે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    માહિતીનો અધિકાર અધિનિયમ-2005ના અસરકારક અમલીકરણ અંગે પરિસંવાદ:સુબ્રમણિયમ આર. ઐયરે કહ્યું- 'માહિતી જાહેર કરવી એ નિયમ અને માહિતી નકારવી અપવાદ છે'
    Next Article
    રાજકોટમાં નવરાત્રી દરમિયાન ટ્રાફિકજામ નિવારવા કોંગ્રેસની રજૂઆત:કટારિયા ચોકડીએ વાહનચાલકો માટે ડાયવર્ઝન; ટ્રાફિક ઓડિટ,સંવેદનશીલ સર્કલ પર વધારાના પોલીસ બંદોબસ્તની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment