Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માહિતીનો અધિકાર અધિનિયમ-2005ના અસરકારક અમલીકરણ અંગે પરિસંવાદ:સુબ્રમણિયમ આર. ઐયરે કહ્યું- 'માહિતી જાહેર કરવી એ નિયમ અને માહિતી નકારવી અપવાદ છે'

    12 hours ago

    પાટણ કલેક્ટર કચેરી ખાતે RTI સપ્તાહ ઉજવણી અંતર્ગત ગુજરાત માહિતી આયોગ દ્વારા માહિતીનો અધિકાર અધિનિયમ-2005ના અસરકારક અમલીકરણ અંગે જિલ્લા કક્ષાનો પરિસંવાદ યોજાયો હતો, જેમાં પાટણ સહિત મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જાહેર માહિતી અધિકારીઓ તેમજ અપીલ અધિકારીઓ જોડાયા હતા. ભારત સરકાર દ્વારા 5 થી 12 ઓક્ટોબર દરમિયાન ઉજવાતા આરટીઆઈ સપ્તાહના ભાગરૂપે પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત માહિતી આયોગ દ્વારા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ આર. ઐયરે સ્પષ્ટ કર્યું હતું કે માહિતી જાહેર કરવી એ નિયમ છે અને માહિતી નકારવી અપવાદ છે. અધિકારીઓએ કાયદાકીય જોગવાઈ મુજબ નિયત 30 દિવસમાં સ્પષ્ટ અને મુદ્દાસર જવાબ આપવો જરૂરી છે. વધુ પ્રમાણમાં માહિતી માગવામાં આવી હોય તેવા કિસ્સામાં અરજી સીધી નામંજૂર કરવાને બદલે અરજદારને રૂબરૂ બોલાવી રેકોર્ડ નિરીક્ષણ કરાવવું જોઈએ. પ્રથમ અપીલની સુનાવણી વખતે અરજદાર ગેરહાજર રહે તો પણ અરજી દફતરે ન કરતા ગુણદોષ આધારિત નિર્ણય લેવો જોઈએ, જેથી 70 ટકા કિસ્સાઓમાં બીજી અપીલની જરૂર ન પડે. આ ઉપરાંત કચેરીઓએ 17 મુદ્દાનું પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર પોર્ટલ પર અપલોડ કરવા પણ જણાવાયું હતું. પાટણ જિલ્લા કલેક્ટર ડો. પ્રશાંત જીલોવાએ જણાવ્યું હતું કે, વર્ષ 2005માં અમલમાં આવેલો આ કાયદો વહીવટી તંત્રમાં પારદર્શિતા અને જવાબદેહી સુનિશ્ચિત કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. દફતરી રેકોર્ડનું યોગ્ય વર્ગીકરણ અને વ્યવસ્થાપન કરવાથી માહિતી પૂરી પાડવાની કામગીરી સરળ અને ઝડપી બને છે. પરિસંવાદ દરમિયાન માહિતી આયોગ દ્વારા પ્રકાશિત ‘માહિતીનો અધિકાર બે દાયકાની સફર’ પુસ્તિકા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આરટીઆઈ અરજીઓના અસરકારક નિકાલ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું અને પ્રશ્નોત્તરી સત્રમાં ઉપસ્થિત અધિકારીઓના પ્રશ્નોનું સ્થળ પર જ કાયદાકીય નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડો. મેહુલ બરાસરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એ. ડી. વણઝારા, નાયબ કલેક્ટર બી. જે. દરજી તેમજ વિવિધ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નાયબ વન સંરક્ષકે વન્યપ્રાણી સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું:વન વિભાગે વન્યપ્રાણીઓનું મહત્ત્વ, જીવનચક્ર અને સંરક્ષણ સમજાવ્યું; બે ટ્રસ્ટનું સન્માન કરાયું
    Next Article
    ચોમાસું પૂરું થતાં જ વડોદરામાં જળસંકટ:વોર્ડ નં.14માં 4 મહિનાથી પાણીની ધાંધિયાથી રહીશો આક્રમક, રજૂઆત કરવા આવ્યા તો પાલિકાના ગેટ બંધ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment