Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા બેંક ચેરમેન વિવાદ: 12 ઓક્ટોબરે તાકીદની સભા બોલાવાઈ:પ્રતીક ઉપવાસ સામે બેઠક, હંસાબેન પટેલને પદ પરથી હટાવવા સહિત 7 મુદ્દા પર ચર્ચા થશે

    4 days ago

    સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન હંસાબેન પટેલ વિવાદમાં છે. કોર્ટે તેમની સામે ક્રિમિનલ કાર્યવાહીનો આદેશ કર્યો છે. આ કારણે બેંકે 12 ઓક્ટોબરે તાકીદની સામાન્ય સભા બોલાવવાની જાહેરાત કરી છે. સાબરકાંઠા જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર સતિષ પટેલે ચેરમેનના પદ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમને પદ પરથી હટાવવાની માંગ સાથે પ્રતીક ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. ડિરેક્ટર સતિષ પટેલ સહિતના આગેવાનોએ બેંકની પ્રતિષ્ઠા અને હિતને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે હિંમતનગરમાં આજે બેંક કાર્યાલય સામે ધરણા કર્યા હતા. સભા બોલાવાતા પ્રતીક ઉપવાસ મોકૂફ રખાયા છે. 12 ઓક્ટોબરે યોજાનારી આ સભામાં ચેરમેન હંસાબેન પટેલને પદ પરથી દૂર કરવા સહિતના સાત મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય લેવાશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં મહેસૂલ કર્મીઓની માસ CL:14 પડતર માંગણીઓને લઈને 250થી વધુ કર્મચારીઓ હડતાળ પર, કામગીરી પર અસર
    Next Article
    શાહપુર-પાલજ રોડ પર પૂરપાટ ઝડપે એક્ટિવા ચાલકે બાઈકને ટક્કર મારી:બાઈક લઈને ઝેપટોમાં નોકરીએ જતા ડિલિવરી બોયનું સારવાર દરમિયાન મોત, મેરેથોન દોડના ડાયવર્ઝન વચ્ચે અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment