Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિયા ગોલ્ડ પોલિશિંગને ફાયર NOC ન હોવાથી નોટિસ:મોટામવાની શ્રી-આદર્શ સોસાયટીના 714 ફ્લેટ ધારકો રસ્તા-પાણીના અભાવે પરેશાન, મનપાના ગાર્ડનમાં કબ્જાનો આક્ષેપ

    10 hours ago

    રાજકોટ શહેરની સોની બજારમાં દિયા ગોલ્ડ પોલિશિંગ નામના એકમમાં ગેસનો બાટલો ફાટતા આગ લાગી હતી. જે બાદ સાંકળી જગ્યામાં ફાયર બ્રિગેડ પહોંચી શક્યું ન હતું અને તેને કારણે દૂરથી પાઈપ લંબાવી પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જ્યાં ફાયર એનઓસી ન હોવાથી નોટિસ આપવામાં આવી હતી અને આ ઘટનાને લઈને હવે મેયર એલર્ટ થયા હોય તેમ સાંકળી જગ્યાઓમા ફાયર સેફ્ટી જાળવવા માટે કડક સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત મોટામવાની શ્રી - આદર્શ સોસાયટીના 714 ફ્લેટ ધારકો રસ્તા - પાણીના અભાવે પરેશાન છે તો અહીં કોર્પોરેશનનું રૂ.1.80 કરોડનું ગાર્ડન ખાનગી એપાર્ટમેન્ટ ધારકો દ્વારા પચાવી પાડવામાં આવ્યું હોવાનું આક્ષેપ કરાયો હતો. મોટામવાની 2 સોસાયટીનો રસ્તો 4 વર્ષથી બન્યો જ નથી રાજકોટ આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રાજલબેન ગઢવીએ જણાવ્યુ હતુ કે, અમે મોટામવાના આવાસના ફ્લેટમાં રહીએ છીએ. છેલ્લા ચાર વર્ષથી આવાસની ફાળવણી કરવામાં આવી ચૂકી છે આમ છતાં પણ સુવિધાઓ આપવામાં આવી નથી. અહીં રસ્તો બનાવવા આવ્યો નથી. માટીના ઢગલા કરી નાખ્યો છે અને અમારો ટીપી રોડ ત્રણ વર્ષથી બંધ કરી દીધો છે અને બાવળ વાવી દીધા હતા. અમે મહિલા મોરચાએ એક સારું કામ એ કર્યું છે કે રસ્તો ખોલી નાખ્યો છે. જેથી અમે સરકારને કહીએ છીએ કે અમને સાથ સહકાર આપે. ગ્રીનફિલ્ડ એપાર્ટમેન્ટ વાળાએ અમારું ટીપીનો રોડ બ્લોક કરી નાખ્યો છે. મંજૂર થયેલો રોડ આ રીતે બ્લોક કરી ન શકે. આ ઉપરાંત અહીં કોર્પોરેશનનું ગાર્ડન છે જ્યાં પર્સનલ સિક્યુરિટી ગાર્ડ માટે રૂમ બનાવવામાં આવેલો છે. આ ઉપરાંત ત્યાં ટોયલેટમાં પણ તાળા મારવામાં આવેલા છે. ત્યાં કોઈ પણ ભોજન માટે જાય તો પણ આવવા દેતા નથી. સરકારી ગાર્ડનમાં પોતાની પર્સનલ પ્રોપર્ટી સમજી કોઈને આવવાની ના ન પાડી શકે. અમને આવાસ ફાળવ્યા તેને 4 વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ હજી રસ્તા કે પાણીની સુવિધા પ્રાપ્ત થઈ નથી. અમારી બંને સોસાયટીઓમાં 724 ફ્લૅટ ધારકો વસવાટ કરે છે શ્રી સોસાયટી અને આદર્શ સોસાયટીના ફ્લેટ ધારકોની ફરિયાદ એવી હતી કે અમારી બંને સોસાયટીઓમાં 724 ફ્લૅટ ધારકો વસવાટ કરે છે અમને છેલ્લા ચાર વર્ષથી ફ્લેટ ફાળવી આપેલા છે પરંતુ, અમારી બહારની સાઇડમાં વોર્ડ નંબર 11માં RMC દ્વારા અને RMCના કોર્પોરેટર દ્વારા રોડ બનાવી આપ્યો નથી અને પાણીની પાઇપ લાઇનની સુવિધા હજૂ સુધી નથી. વિસ્તારવાસીઓએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીની બાજુમાં ગ્રીન ફીલ્ડ ગાર્ડન સોસાયટીમાં RMC નું 1.80 કરોડનું ગાર્ડન બનેલું છે. તેમાં બહારની સોસાયટીના માણસોને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. સિક્યોરિટી ગાર્ડ અંદરની સાઇડ પાણી કે નાસ્તો પણ લઈ જવાની મનાઈ કરે છે તો આ કેટલા અંશે યોગ્ય છે અને આ ગાર્ડન માં ગ્રીન ફીલ્ડ ગાર્ડન સોસાયટીના સિક્યુરિટી ગાર્ડને રહેવા માટે રૂમ બનાવ્યો છે. ગીચ વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધા મજબૂત બનાવવા મેયરની કડક સૂચના રાજકોટ શહેરના સોની બજાર, રૈયા નાકા ટાવર, બેડીનાકા ટાવર, પરા બજાર, દાણાપીઠ સહિતના ગીચ વિસ્તારોમાં આગની ઘટનાઓ દરમિયાન ફાયર બ્રિગેડને સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તાજેતરમાં જ સોની બજાર વિસ્તારમાં આવેલ દિયા ગોલ્ડ પોલિશિંગ નામના એકમમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે ગીચ વિસ્તાર હોવાથી મહામહેનતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જે દરમિયાન ફાયર NOC ન હોવાનું સામે આવતા નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, સમયસર અને સઘન કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી તથા કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. જોકે, આ અંગે મેયર ડૉ. નેહલ શુક્લની અધ્યક્ષતામાં તા.30 મેના સોની સમાજના મુખ્ય આગેવાનો તથા રાજકોટ મનપાના લગત અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ગીચ વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધા સુદ્રઢ બનાવવા કડક સૂચના આપવામાં આવી હતી. જોકે ઘટના બાદ ટાઉન પ્લાનિંગ વિભાગે સ્થળ તપાસ કરી હતી. તપાસ દરમિયાન મિલકતના બાંધકામ અને ઉપયોગ અંગે જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવાની આવશ્યકતા જણાતા સંબંધિત મિલકતધારકને નોટિસ ફટકારવામાં આવી છે. સિવિક સેન્ટરમાં સેવા લેવા આવતા નાગરિકોને છાશનું વિતરણ કરાયું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિક સુવિધા અને જનકલ્યાણને પ્રાથમિકતા આપતાં વધુ એક ઉમદા પહેલ હાથ ધરવામાં આવી છે. ગરમીના સમયમાં નાગરિકોને રાહત મળે અને તેઓને સુવિધાજનક વાતાવરણમાં સેવાઓ પ્રાપ્ત થાય તે હેતુથી સિવિક સેન્ટરમાં આવતા નાગરિકોને છાશ વિતરણ કરવામાં આવ્યું.નવનિયુક્ત મેયર ડૉ. નેહલ શુક્લ દ્વારા તા.29 મે ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા સિવિક સેન્ટર, જન્મ-મરણ વિભાગ તેમજ આધાર કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન નાગરિક હિતલક્ષી સુવિધાઓ વધારવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. મેયરની સૂચનાના તાત્કાલિક અમલીકરણના ભાગરૂપે આજે તા.30 મે ના રોજ સિવિક સેન્ટરમાં સેવા લેવા આવતા નાગરિકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું. શેરી ફેરિયાઓ માટે 1,2 જૂનના લોક કલ્યાણ મેળો ભારત સરકાર દ્વારા COVID-19 થી અસરગ્રસ્ત શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના માર્ચ-2030 સુધી લાગુ કરવામાં આવેલી છે. જેના ભાગરૂપે શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણીમાં ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરના છુટાછવાયા સ્થળે ફેરી કરતા શેરી ફેરિયાઓ માટે મહાનગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ મોબાઈલ (આધાર નંબર સાથે લીંક હોય તે) ઉપરાંત આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, UPI આઈ.ડી., ઓરીજીનલ અને ઝેરોક્ષ નકલ સાથે તા.1 અને 2 જૂનના રોજ મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જયુબીલી ગાર્ડન પાસે રાજકોટ ખાતે સવારે 10 થી સાંજે 5 કલાક સુધી આ PM SVANidhi યોજનામાં પેન્ડીંગ રહેલ અરજીઓ મંજુર થાય તે માટે બેંક ઓફ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, એચ.ડી.એફ.સી. બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડીયન ઓવરસીસ બેંકના અધિકારીશ્રી પણ સ્થળ ખાતે હાજર રહેશે તેમજ નવી અરજી કરવા ઈચ્છતા લાભાર્થીઓ માટે સ્થળ પર જ નવી એપ્લીકેશન કરવામાં આવશે. મનપાની મિલકત વેરા વસુલાત રૂ.215 કરોડને પાર રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27ના મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા.7 એપ્રિલ, 2026 થી મિલકતવેરા વળતર યોજના હેઠળ વેરાની વસુલાત શરૂ કરવામાં આવેલી છે. મનપા દ્વારા ચાલુ નાણાકીય દરમિયાન સેન્ટ્રલ ઝોન દ્વારા રૂ.68.80 કરોડ , વેસ્ટ ઝોન દ્વારા રૂ.102.94 કરોડ, ઈસ્ટ ઝોન દ્વારા રૂ.43.35 કરોડની વસુલાત થવા પામી છે.જેમાં કુલ 3,11,763 જેટલા મિલકતધારકોએ આ વળતર યોજનો લાભ લઈ,વેરાની ભરપાઈ કરેલ છે. વળતર યોજના હેઠળ તા.31 મે સુધી સામાન્ય કરદાતાઓને 10% ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે 15% ડિસ્કાઉન્ટનું પ્રદાન કરવામાં આવે છે.ત્યાબાદ 1 જૂન, 2026થી 30 જૂન, 2026 સુધી મહિલાઓ માટે 10% ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તા.31 મેના રવિવારના રોજ ત્રણેય ઝોનના સિવિક સેન્ટમાં સવારે 10થી 2 વાગ્યા સુધી મિલકતવેરાની વસુલાત માટે કાર્યરત રહેશે જ્યા મિલકતધારકો મિલકત વેરો રોકડેથી કે ચેકથી ભરપાઈ કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    ગુજસીટોકના ગુનામાં ફરાર મુખ્ય આરોપીની ધરપકડ:અલ્તાફ ઉર્ફે છ આંગડી ધાર્મિક સ્થળોમાં રોકાતો'તો તેના વિરુધ્ધ હત્યા, હત્યાની કોશિશ જેવા ગંભીર 12 ગુના અને 7 વખત પાસા હેઠળ ધકેલાઈ ચુક્યો છે
    Next Article
    સ્વચ્છ સુરતના સંકલ્પને મજબૂત કરવા મનપા એક્શનમાં:નવનિયુક્ત મેયર માયા માવાણીએ રસ્તા પર સફાઈ કરી, શહેરને વધુ સ્વચ્છ બનાવવાનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment