Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વચ્છ સુરતના સંકલ્પને મજબૂત કરવા મનપા એક્શનમાં:નવનિયુક્ત મેયર માયા માવાણીએ રસ્તા પર સફાઈ કરી, શહેરને વધુ સ્વચ્છ બનાવવાનો સંદેશ આપ્યો

    11 hours ago

    દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સર્વોચ્ચ બિરૂદ મેળવનાર સુરત શહેરની સુંદરતા અને સ્વચ્છતાને સતત જાળવી રાખવા માટે સ્થાનિક તંત્ર સજ્જ બન્યું છે. સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર માયાબેન માવાણીના નેતૃત્વમાં આજે શહેરમાં એક વિશેષ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર રસ્તાઓ સાફ કરવાનો નથી, પરંતુ સ્વચ્છતા સુરતના નાગરિકોના રોજિંદા સ્વભાવ અને સંસ્કારનો એક ભાગ બને તે માટે જનજાગૃતિ કેળવવાનો છે. હાથમાં ઝાડુ લઈને સ્વચ્છતા માટે મેયરનું શ્રમદાન આ અભિયાનમાં મેયર માયાબેન માવાણીએ પોતે સક્રિય રીતે ભાગ લીધો હતો. તેમણે ઉપસ્થિત અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્થાનિક નાગરિકોની સાથે ખભેખભા મિલાવીને રસ્તા પર હાથમાં ઝાડુ લઈને શ્રમદાન આપ્યું હતું. પ્રથમ નાગરિકને ખુદ સફાઈ કરતા જોઈને સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો સ્વયંભૂ આ ઝુંબેશમાં જોડાવા આગળ આવ્યા હતા. 'મહોલ્લો સ્વચ્છ રાખીશું, તો આખું શહેર આપોઆપ સુંદર રહેશે' શ્રમદાન બાદ મેયરે જણાવ્યું હતું કે, સુરતે દેશભરમાં સ્વચ્છતા ક્ષેત્રે જે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, તે ગૌરવને જાળવી રાખવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. સ્વચ્છતા એ કોઈ એક દિવસનો કાર્યક્રમ નથી પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે, જે માત્ર મહાનગરપાલિકાના તંત્રની નહીં પરંતુ પ્રત્યેક નાગરિકની સહિયાળી જવાબદારી છે. જો આપણે આપણું આંગણું અને મહોલ્લો સ્વચ્છ રાખીશું, તો આખું શહેર આપોઆપ સુંદર અને રોગમુક્ત રહેશે. વેપારી મંડળો અને શૈક્ષણિક સંસ્થાઓને ખાસ અપીલ કરી આગામી સમયમાં 'સ્વચ્છ સુરત, સુંદર સુરત'ના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં આવી સઘન સફાઈ ઝુંબેશો ચાલુ રાખવામાં આવશે. આ અંતર્ગત જાહેર સ્થળો, બજારો અને મધ્યરાત્રિના સફાઈ અભિયાનને વધુ વેગવંતું બનાવવામાં આવશે. આ સાથે જ મેયરે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને કચરો હંમેશાં ડસ્ટબિનમાં જ નાખવા માટે વેપારી મંડળો અને શૈક્ષણિક સંસ્થાઓને ખાસ અપીલ કરી છે.આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ સમિતિના ચેરમેનો, સ્થાનિક કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં સફાઈ મિત્રો અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દિયા ગોલ્ડ પોલિશિંગને ફાયર NOC ન હોવાથી નોટિસ:મોટામવાની શ્રી-આદર્શ સોસાયટીના 714 ફ્લેટ ધારકો રસ્તા-પાણીના અભાવે પરેશાન, મનપાના ગાર્ડનમાં કબ્જાનો આક્ષેપ
    Next Article
    IPL લાઇવ મેચ પર જુગાર:વરતેજમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતો શખ્સ રૂ.1 લાખના આઈફોન સાથે ઝડપાયો, જામનગરનું કનેકશન ખુલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment