Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL લાઇવ મેચ પર જુગાર:વરતેજમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતો શખ્સ રૂ.1 લાખના આઈફોન સાથે ઝડપાયો, જામનગરનું કનેકશન ખુલ્યું

    12 hours ago

    ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વરતેજ ગામમાંથી આઈપીએલ મેચ પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક શખ્સને આઈફોન તથા લાખો રૂપિયાના આઈ.ડી. બેલેન્સ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં જામનગરના મુખ્ય સૂત્રધારનું નામ ખુલતાં પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, વરતેજ ગામના બસ સ્ટેન્ડ પાસે ફરિયાદકા રોડ પર આવેલા કબરસ્તાનની બાજુમાં એક ઈસમ પોતાના મોબાઈલ ફોનમાં ઓનલાઈન આઈ.ડી. મારફતે ક્રિકેટ મેચો પર હાર-જીતનો જુગાર રમી અને રમાડી રહ્યો છે, ​બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને રાત્રિના સમયે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન સ્થળ પરથી જીજ્ઞેશ ઘનશ્યામસિંહ ગોહિલ ઉં.વ.38, ધંધો-વેપાર, રહે.વરતેજ, દરબાર ગઢ, તા.જી. ભાવનગર નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, પોલીસે તેને રંગેહાથ ઝડપી લીધો હતો, ​ પોલીસે જ્યારે આરોપીના આઈફોન 17 પ્રો મેક્સ જેની કિંમત રૂ.1,00,000, પોલીસે મોબાઈલની તપાસ કરી ત્યારે તેમાં "allpanel777.now" નામની વેબસાઈટ ખુલ્લી જોવા મળી હતી, ​આ વેબસાઈટ પર ગુજરાત ટાઈટન્સ અને રાજેસ્થાન રોયલ ની IPL મેચ પર સટ્ટો રમાઈ રહ્યો હતો, ​આ ઉપરાંત પાકિસ્તાન વુમન vs વેસ્ટ ઇન્ડીઝ વુમન ની મેચોના ઓપ્શન પણ જોવા મળ્યા હતા, આરોપીના સટ્ટાના એકાઉન્ટમાં રૂ.4,98,852.5 નું જંગી બેલેન્સ જોવા મળ્યું હતું, આ અંગે ​પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તે "Ahm2" યુઝર આઈ.ડી. અને "Cool1010" પાસવર્ડનો ઉપયોગ કરીને માસ્ટર આઈ.ડી. માંથી સબ આઈ.ડી. મેળવી ગ્રાહકો સાથે સટ્ટાનો વેપાર કરતો હતો, ​ઝડપાયેલા આરોપી જીજ્ઞેશએ કબૂલાત કરી હતી કે, આ ક્રિકેટ સટ્ટા માટેનું આઈ.ડી. તેને જામનગરના દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જાડેજા નામના શખ્સે રૂ.8,00,000 નું બેલેન્સ સેટ કરી આપ્યું હતું. દર સોમવારે બંને વચ્ચે હાર-જીતનો હિસાબ થતો હતો, ​ભાવનગર પોલીસે જીજ્ઞેશ ગોહિલની અટકાયત કરી રૂ.1 લાખની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કર્યો છે, આ સાથે જ આઈ.ડી. આપનાર જામનગરના મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ જાડેજાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે બંને વિરુદ્ધ જુગાર પ્રતિબંધક ધારાની કલમ- 12A મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્વચ્છ સુરતના સંકલ્પને મજબૂત કરવા મનપા એક્શનમાં:નવનિયુક્ત મેયર માયા માવાણીએ રસ્તા પર સફાઈ કરી, શહેરને વધુ સ્વચ્છ બનાવવાનો સંદેશ આપ્યો
    Next Article
    પર્યાવરણને નુકસાનકારક પ્રવૃત્તિઓ સિંહો માટે જોખમી:ગેરકાયદે પ્રવાસન અને ડીજે વન્ય જીવોને ખલલે પહોંચાડે છે, પર્યાવરણ પ્રેમીનો કેન્દ્રીય વન મંત્રી અને CMને પત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment