Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભોરારામાં અનુસૂચિત જાતિના ઘરે નાસ્તો કર્યો:બાળકોના શિક્ષણ, પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો અને લોકભવન આવવા આમંત્રણ આપ્યું

    8 hours ago

    કચ્છની બે દિવસીય મુલાકાતે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુન્દ્રા તાલુકાના ભોરારા ગામે અનુસૂચિત જાતિના પરિવારના નિવાસસ્થાને પહોંચી સવારનો નાસ્તો કરી સામાજિક સમરસતા અને સાદગીનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલે કાનજીભાઈ જેઠાભાઈ મહેશ્વરીના ઘરે પરિવારજનો સાથે આત્મીય વાતચીત કરી કચ્છની આગતા-સ્વાગતાની પરંપરાને પણ બિરદાવી હતી. પરિવાર સાથેના સંવાદ દરમિયાન રાજ્યપાલએ બાળકોના શિક્ષણ, સંસ્કાર અને પરિવારની આજીવિકા અંગે માહિતી મેળવી હતી. તેમણે પરિવારના મોભી કાનજીભાઈને બાળકોને સારું શિક્ષણ અપાવવા તેમજ કોઈપણ પરિસ્થિતિમાં તેમનું ભણતર અધૂરું ન રહે તે માટે ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું. જીવનમાં મહેનત અને સ્વાવલંબનનું મહત્વ સમજાવતા તેમણે કોઈપણ કામને નાનું ન ગણવાની અને મહેનતથી આર્થિક પ્રગતિ કરવાની પ્રેરણા આપી હતી. કાનજીભાઈના પરિવાર દ્વારા ચાર જેટલી ગાયોનું પાલન કરવામાં આવે છે તે જાણીને રાજ્યપાલે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી થતા લાભો અંગે પરિવારને માર્ગદર્શન આપ્યું હતું અને ખેતી સાથે ફળફળાદી ઉગાડી આવકના નવા સ્ત્રોત ઊભા કરવા અંગે પણ સૂચનો કર્યા હતા. આ પરિવારને ગાંધીનગર સ્થિત લોકભવનની મુલાકાત લેવા રાજ્યપાલે આમંત્રણ આપ્યું હતું. નાસ્તા દરમિયાન રાજ્યપાલે કચ્છના વિકાસ અંગે જિલ્લા અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે છેલ્લા ૨૫ વર્ષમાં કચ્છમાં થયેલા વિકાસની નોંધ લેતાં પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કચ્છના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લઈ આ પદ્ધતિ અપનાવે તે માટે પ્રયાસો કરવા તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિતના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજ્યના 10 હજારથી વધુ ક્લાસ-3 મહેસૂલી કર્મચારીઓની હડતાલ:માસ CL પર ઊતરીને આ 14 માંગણીઓ સાથે વિરોધ, ઓફિસમાં ધક્કા થયા; 7મી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી
    Next Article
    સુરેન્દ્રનગરમાં કલબ 71 જીમમાલિકની કરતૂતોનો પર્દાફાશ:અનામી પત્રના આધારે દરોડો પાડી યુવતીઓના 1300 વાંધાજનક ફોટા-વીડિયો ઝડપાયા, 3 દિવસના રિમાન્ડ મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment