Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કલબ 71 જીમમાલિકની કરતૂતોનો પર્દાફાશ:અનામી પત્રના આધારે દરોડો પાડી યુવતીઓના 1300 વાંધાજનક ફોટા-વીડિયો ઝડપાયા, 3 દિવસના રિમાન્ડ મંજૂર

    9 hours ago

    સુરેન્દ્રનગર શહેરના અલ્ટ્રા-મોડર્ન ‘કલબ 71’ જીમના માલિક આમીન યાસીન મુલતાની વિરુદ્ધ પોલીસે કાયદાનો શિકંજો કસ્યો છે. જીમની જ રિસેપ્શનીસ્ટ યુવતી પર પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરવા અને તાબે ન થતાં તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે પોલીસે આરોપી જીમ માલિકની ધરપકડ કરી છે. અનામી પત્ર અને 15 કલાકમાં તાબડતોબ રેડ પોલીસને મળેલા એક અનામી પત્ર—જેમાં “અમને દીકરી સમજીને તપાસ કરજો” એવી કરુણ અપીલ કરવામાં આવી હતી—તેના આધાર પર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ASP વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ પોલીસે પત્ર મળ્યાના ગણતરીના 15 કલાકમાં જ જીમ પર રાત્રિ દરમિયાન દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન જીમમાંથી 1300 જેટલા યુવતીઓના ન્યૂડ અને વાંધાજનક ફોટોઝ તથા વીડિયો મળી આવ્યા છે. જીમ પર રાત્રિ દરમિયાન દરોડો પાડ્યો તે સમયની તસવીરો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી આમીન મુલતાની ગેરકાયદેસર રીતે કે લાયસન્સના આધારે વ્યાજવટાવનો વ્યવસાય પણ ચલાવતો હતો. જપ્ત કરાયેલા ચોપડાઓ, ચેક અને નોટરી કરારો પરથી આ દિશામાં પણ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. 3 દિવસના રિમાન્ડ મંજૂર: ચોપડામાં નોંધાયેલા લોકોની થશે પૂછપરછ તપાસ અધિકારી PSI એચ.એસ. જાડેજાએ જણાવ્યા અનુસાર, આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જીમમાંથી મળી આવેલા ચોપડાઓમાં જે-જે વ્યક્તિઓના નામો લખેલા છે, તે તમામ લોકોને પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે. આ લોકો સાથે પણ આરોપીએ કોઈ બ્લેકમેલિંગ કે કાયદા વિરોધી કૃત્ય આચર્યું છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની પીડિત મહિલાઓને અપીલ આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, અમે એક અનામી પત્રના આધારે આ સમગ્ર કાર્યવાહી કરી છે અને ડિજિટલ પુરાવાઓ એકઠા કરી લીધા છે. મહિલા આરોપીના સંપર્કમાં રાજીખુશીથી, દબાણથી કે લાલચથી આવી હોય, પરંતુ તેની જાણ બહાર કે સંમતિ વિના ફોટો-વીડિયો પાડવા એ ગંભીર ગુનો છે. તમામ પુરાવાઓ પોલીસના કબજામાં સુરક્ષિત છે. આથી ભોગ બનનાર કે પીડિત મહિલાઓએ કોઈ પણ પ્રકારના ડર વગર આગળ આવવું જોઈએ. પોલીસ દ્વારા તમામની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભોરારામાં અનુસૂચિત જાતિના ઘરે નાસ્તો કર્યો:બાળકોના શિક્ષણ, પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો અને લોકભવન આવવા આમંત્રણ આપ્યું
    Next Article
    Central Bank of India Q2 Update: Total Deposits Rise 14%, Advances Outpace With 29.8% Growth

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment