Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના 10 હજારથી વધુ ક્લાસ-3 મહેસૂલી કર્મચારીઓની હડતાલ:માસ CL પર ઊતરીને આ 14 માંગણીઓ સાથે વિરોધ, ઓફિસમાં ધક્કા થયા; 7મી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી

    9 hours ago

    પ્રમોશન, ફિક્સ પે અને બદલી સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને આજે(5 ઓક્ટોબર) સમગ્ર રાજ્યના આશરે 10 હજારથી વધુ રેવન્યુ ક્લાર્ક, તલાટી અને નાયબ મામલતદારો માસ CL પર ઊતરીને હડતાલ કરી છે, જેમાં અમદાવાદના જ 450થી વધુ કર્મચારીઓ, વડોદરા જિલ્લા મહેસુલી વિભાગના 350થી વધુ કર્મચારીઓ, રાજકોટમાં 450 મહેસૂલી કર્મચારીઓ અને સુરતમાં 500થી વધુ કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરી જતા સરકારી કામકાજ ખોરવાયું છે. જન સેવા કેન્દ્ર પર પોતાના કામ માટે આવેલા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રેવન્યુ તલાટીની જોબ ચાર્જમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી, પૂરતું મહેકમ ફાળવવું, 2015ના ક્લાર્કને પ્રમોશન આપી જિલ્લા બહાર મુકાયા છે તેમને મૂળ જિલ્લામાં પરત લાવવા, 2012ની સીધી ભરતીના નાયબ મામલતદારોને ડિમ ડેટનો લાભ આપવો તેમજ 2025માં તૈયાર કરાયેલ સિનિયોરિટી ફાઇનલ કરવાની મુખ્ય માગણીઓ સાથે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આ પડતર પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળના આહવાન પર સુરત સહિત સમગ્ર રાજ્યના મહેસૂલી કર્મચારીઓ આજે માસ સી.એલ. પર ઉતરી ગયા છે. આ વિરોધ પ્રદર્શન આવતીકાલે પણ યથાવત રહેશે અને જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી 7મી તારીખથી સમગ્ર ગુજરાતના તમામ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જવાની રણનીતિ ઘડી રહ્યા છે. અમદાવાદમાં 450 કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા અમદાવાદ જિલ્લામાં 450 જેટલા મહેસુલ વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. હડતાળને પગલે સરકારી ઓફિસોમાં ખાલી ખુરશીઓ જોવા મળી અને તેને લઈને અરજદારો અટવાયા છે. ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના મહામંત્રી કે.સી.સોલંકીએ જણાવ્યું હતું કે અમારી 14 માંગણીઓ હતી. જેમાં અગાઉ સરકારે ચર્ચા કરી હતી તેમાં 30 દિવસમાં માંગણીઓનું નિરાકરણ લાવી આપીશું કહ્યું હતું. પરંતુ એક પણ માંગણી સ્વીકારવામાં આવી ન હતી. જેથી હડતાળ પર ઉતર્યા છીએ. બીજી તરફ હડતાળને પગલે અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેમાં અરજદાર ગણપતભાઈ પંચાલે જણાવ્યું કે, મકાન ટ્રાન્સફરના કામ માટે આવેલા અરજદાર અટવાયા છે. હડતાળને લઈને હું બે કલાકથી ઓફિસમાં ધક્કા ખાઈ રહ્યો છુ. અરજદારને આજની તારીખ આપી હોવા છતાં પરત ફરવું પડ્યું હતું. વડોદરામાં ક્લાસ-3ના 350થી કર્મચારીઓ માસ સીએલ પર વડોદરા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ રમેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય મહેસૂલી મહામંડળ દ્વારા કુલ 14 જેટલી પડતર માંગણીઓ અંગે સરકારમાં વારંવાર રજૂઆતો કરી હતી, પરંતુ તે માગણીઓનો સ્વીકાર ન થતાં મહામંડળ દ્વારા 1 ઓક્ટોબરના રોજ આદેશ જારી કરીને વિવિધ વિરોધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા. તેના ભાગરૂપે 5 ઓક્ટોબરના રોજ માસ સીએલ (Mass CL) કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરાના વર્ગ-3ના યબ મામલતદાર સહિતના તમામ કર્મચારીઓ 100% હાજરી સાથે જોડાયા છે અને 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાની તૈયારી છે. 'મુખ્ય માંગણીઓમાં તાજેતરમાં નક્કી કરાયેલા રેવન્યુ તલાટીના જોબ ચાર્ટમાંથી અન્ય વિભાગોની કામગીરી સંબંધિત વિભાગોને પરત સોંપવી, 2010ના નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપવું, રેવન્યુ તલાટી, કારકુન અને નાયબ મામલતદારની પ્રવર્તતા યાદીઓ સુધારવી, તેમજ 2015ના કારકુનોને નાયબ મામલતદાર તરીકે બઢતી આપ્યા બાદ મૂળ મહેકમમાં જગ્યા ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં કરાયેલી બદલીઓ રદ કરી મૂળ મહેકમમાં પરત કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.' '7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે' 'આ માંગણીઓ સ્વીકારવાથી સરકારને કોઈ નાણાકીય નુકસાન થવાનું નથી, કારણ કે 2012ની ભરતીના નાયબ મામલતદારો ઓલરેડી મામલતદારનું ઉચ્ચતર પગારધોરણ મેળવી જ રહ્યા છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો મહામંડળના આગળના આદેશોનું પાલન કરવામાં આવશે અને 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે.' સુરતમાં કર્મચારીઓ હડતાલને લઈને અરજદારો પરેશાન સુરતમાં 500થી વધુ મહેસૂલી કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધના ભાગરૂપે 400થી વધુ કર્મચારીઓએ સરકારી વોટ્સએપ ગ્રુપ્સમાંથી લેફ્ટ થઈને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. કર્મચારીઓની આ હડતાળ અને અસહકારના કારણે કલેક્ટર તથા મામલતદાર કચેરીઓના જનસેવા કેન્દ્રોમાં આવક, જાતિ અને નોન-ક્રીમીલેયરના પ્રમાણપત્રો તેમજ જમીન-મહેસૂલને લગતી કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. તંત્ર દ્વારા યોગ્ય માહિતી કે જવાબ ન મળતા દૂર-દૂરથી આવેલા અરજદારોને કામ કર્યા વિના જ નિરાશ થઈને પરત ફરવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે અને લોકોમાં રોષ વધતાં સરકાર આ મુદ્દાનો વહેલી તકે ઉકેલ લાવે તેવી માગ પ્રબળ બની છે. સુરતમાં નાયબ મામલતદાર કરણસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા જે મહેસૂલ વિભાગના કર્મચારીઓના જે લાંબા સમયથી પડતર પ્રશ્નો છે, તે અંગે વારંવાર સરકારમાં અને વિભાગમાં રજૂઆત કરવામાં આવી. જેનો આજ દિન સુધીમાં નિરાકરણ કરવામાં આવ્યું નથી. આથી ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા આજે સુરત સહિત સમગ્ર ગુજરાત રાજ્યના કર્મચારીઓ, મહેસૂલી કર્મચારીઓ આજે માસ સી.એલ. પર છે. રાજકોટમાં મહેસૂલી કર્મચારી મહામંડળ વિરોધ નોંધાવ્યો રાજકોટ જિલ્લાના 450 રેવન્યુ અધિકારીઓ અને કર્મચારીઓ માસ CL પર ઉતરી ગયા છે. કલેક્ટર કચેરી ખાતે મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓએ એકત્ર થઈ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ મહેસૂલી કર્મચારી મહામંડળના મનીષ ગિધવાણીએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ જિલ્લાના તમામ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરીના તમામ વર્ગ-3ના કર્મચારીઓ, ક્લાર્ક, નાયબ મામલતદાર અને મહેસૂલી તલાટીઓ તમામ માસ સી.એલ. ઉપર છે. આજે મામલતદાર કચેરીઓ, પ્રાંત કચેરીઓ અને કલેક્ટર કચેરીમાં જે - જે કામગીરીઓ થાય છે તે બધી આજે બંધ રહેશે. 'પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ નહીં આવે તો "Work To Rule" મુજબ કામગીરી કરાશે' ‘ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પોતાના વિવિધ સેવા વિષયક, વહીવટી અને પડતર પ્રશ્નોના નિકાલ માટે તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની જાહેરાત કરવામાં આવી છે. કર્મચારી મહામંડળે ચેતવણી આપી છે કે જો સમયસર પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં "Work To Rule" મુજબ કામગીરી કરાશે અને જાહેર રજાઓમાં કામગીરીથી અલિપ્ત રહેવામાં આવશે.’
    Click here to Read More
    Previous Article
    PSI ભરત પંડ્યાએ નશામાં ત્રાગડ પાસે અકસ્માત કર્યો:કારમાંથી 9 બોટલ મળી, મીડિયા સામે ઊભા રહેવાનું કહેતા રોફ જમાવી ભાગ્યા; લોકઅપને બદલે રૂમમાં રખાયા
    Next Article
    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભોરારામાં અનુસૂચિત જાતિના ઘરે નાસ્તો કર્યો:બાળકોના શિક્ષણ, પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો અને લોકભવન આવવા આમંત્રણ આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment