Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PSI ભરત પંડ્યાએ નશામાં ત્રાગડ પાસે અકસ્માત કર્યો:કારમાંથી 9 બોટલ મળી, મીડિયા સામે ઊભા રહેવાનું કહેતા રોફ જમાવી ભાગ્યા; લોકઅપને બદલે રૂમમાં રખાયા

    9 hours ago

    અમદાવાદ શહેર પોલીસને લાંચન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસ સ્ટેશનના PSIએ દારૂ પીધેલી હાલતમાં ત્રાગડ પાસે અક્સ્માત કર્યો હતો. જે બાદ સ્થાનિકોએ ભેગા થઈને PSIની કારમાં તપાસ કરતા દારૂની 9 જેટલી બોટલ મળી આવી હતી. વાઇરલ થયેલા વીડિયોમાં PSIની જીભ પણ લથડતી હતી. બનાવની જાણ થતા સાબરમતી પોલીસે PSI ભરત પંડ્યાની અટકાયત કરી ગાડી કબ્જે કરી છે. PSI ભરત પંડ્યાને અન્ય પોલીસકર્મી દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ત્યારે તે ઊભા જ ન રહ્યા. આ સાથે મીડિયા સમક્ષ વીડિયો લેવા ઊભા રહેવાનું કહ્યું, પરંતુ PSI રોફ જમાવી ત્યાંથી નિકળી ગયા. જે બાદ ઉપરના રૂમમાં તેને રાખવામાં આવ્યા છે. સામાન્ય રીતે આરોપીને લોકઅપમાં રાખવામાં આવે છે, પરંતુ આ કેસમાં આરોપી PSI હોવાથી તેમને રૂમમાં બેસાડવાના આવ્યા છે. અકસ્માત સર્જતાં સ્થાનિકોએ PSIને ઘેર્યા, ગાડીમાંથી દારૂ મળ્યો એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ભરત પંડ્યાનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં PSIની GJ04DA6745 ગાડીમાં ડેકીમાં દારૂની બોટલ હતી. PSI પંડ્યાએ દારૂ પીધેલી હાલતમાં સાબરમતી વિસ્તારમાં ત્રાગડ રબારી વાસ પાસે ગાડી ચલાવી અક્સ્માત કર્યો હતો, જે બાદ સ્થાનિકોએ ભેગા થઈને PSI પંડયાને ઘેરીને તેમનો વીડિયો બનાવ્યો હતો. પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી. અગાઉ પણ દારૂ પી અકસ્માત અને ધમકી આપવાના આક્ષેપ PSI ભરત પંડ્યા રિંગ રોડ તરફ રહે છે અને હાલમાં એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વિશાલ બીટ ઈનચાર્જ તરીકે ફરજ બજાવે છે. PSI પંડ્યા અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, ત્યારે પણ દારૂ પીધેલી હાલતમાં અક્સ્માત કરીને લારીઓ ઊંધી પાડી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. PSI પંડ્યાને થોડા સમય અગાઉ તેમના જ બીટમાં ફરજ બજાવતા TRB જવાને ફરજ દરમિયાન રિપોર્ટ કરતા મારવાની ધમકી આપી હતી. આ મામલે તેમણે ફરિયાદ પણ નોંધાવી હતી. PSIની કારમાંથી 9 નાની-મોટી દારૂની બોટલો મળીઃ ACP એસીપી ડી.વી રાણાએ જણાવ્યું કે, પીએસઆઈ ભરત પંડ્યા ટ્રાફિક વિભાગમાં નવ મહિનાથી ફરજ બજાવે છે. PSIની કારમાંથી 9 જેટલી નાની-મોટી દારૂની બોટલો મળી આવી છે. PSI વિરુદ્ધ બે અલગ-અલગ દારૂની બોટલો મળવાની અને નશાની હાલતમાં હોવાની ફરિયાદો નોંધવામાં આવી છે. દારૂની બોટલો ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ કરાશે. દારૂની બોટલો પોતાના માટે હતી કે, અન્ય કોઈને આપવાની હતી તે અંગે પણ તપાસ થશે.
    Click here to Read More
    Previous Article
    Delhi Police पर लड़कियों ने लगाए गंभीर आरोप! Jantar-Mantar Protest | Neha Bora | Yogendra Yadav
    Next Article
    રાજ્યના 10 હજારથી વધુ ક્લાસ-3 મહેસૂલી કર્મચારીઓની હડતાલ:માસ CL પર ઊતરીને આ 14 માંગણીઓ સાથે વિરોધ, ઓફિસમાં ધક્કા થયા; 7મી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment