Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્યાંગોને સ્વરોજગાર માટે જરૂરી સાધનો આપવાનો સંસ્થાઓનો લક્ષ્યાંક:રાજકોટ-મોરબી જિલ્લાના દિવ્યાંગોને પગભર કરવા સ્વરોજગાર એસેસમેન્ટ કેમ્પનું આયોજન

    1 day ago

    રાજકોટ તથા મોરબી જિલ્લાના દિવ્યાંગ ભાઈ-બહેનોને સ્વરોજગારની તકો મળી રહે અને તેઓ આત્મનિર્ભર બની શકે તે હેતુથી અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ, એક્સેલન્સ ફાઉન્ડેશન તથા એસબીઆઈ આર-સેટી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે સ્વરોજગાર એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રાજકોટ અને મોરબી જિલ્લાના 20થી 40 વર્ષની વયના દિવ્યાંગ ભાઈ-બહેનો ભાગ લઈ શકશે. જે દિવ્યાંગ વ્યક્તિ પોતાનો સ્વરોજગાર શરૂ કરવા ઈચ્છતી હોય, તેની આવડત અને વ્યવસાયની જરૂરિયાત મુજબ સંસ્થા દ્વારા જરૂરી સાધનો પૂરા પાડવામાં આવશે. બ્યુટી પાર્લરનો કોર્સ કરેલો હોય અને પોતાનું પાર્લર શરૂ કરવા ઇચ્છતા લાભાર્થીને જરૂરી સાધનોની કિટ, સીવણકામ માટે સીવણ મશીન, જ્યારે ફાસ્ટ ફૂડનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા લાભાર્થીને કેબિન અથવા લારી-રેંકડી જેવા સાધનો આપવામાં આવશે. હાલ આ એસેસમેન્ટ કેમ્પ યોજાઈ રહ્યો છે. સંસ્થાઓનો લક્ષ્યાંક 100થી વધુ દિવ્યાંગ ભાઈ-બહેનોને સ્વરોજગાર માટે જરૂરી સાધનો પૂરા પાડવાનો છે. આ કાર્યક્રમ અંધજન મંડળ, અમદાવાદનાં ડેપ્યુટી ડાયરેક્ટર કિન્નરી દેસાઈ તથા રાજકોટના ડાયરેક્ટર પવન કુમાર ગૌરના માર્ગદર્શન હેઠળ યોજાશે. આગામી કેમ્પની વિગતો તારીખ: 6 ઓક્ટોબર, 2026, મંગળવાર સમય: સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી સ્થળ: એસબીઆઈ આર-સેટી, એ.જી. સ્ટાફ કોલોની સામે, વિમલનગર કોર્નર, વસંત માર્વેલ તથા ગાત્રાળ હોટેલ પાસે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગેટ-2 નજીક, યુનિવર્સિટીથી કાલાવડ રોડ તરફ, રાજકોટ-360005. કેમ્પ કોના માટે? અંધ, અલ્પદૃષ્ટિ, અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતા તથા બહેરા-મૂંગા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે સ્વરોજગારલક્ષી એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો લાભ લેવા જરૂરી પુરાવા કેમ્પમાં એસેસમેન્ટ અને નોંધણી માટે દિવ્યાંગ વ્યક્તિએ નીચેના પુરાવાની ઝેરોક્સ નકલનો એક સેટ સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. 1. સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, 2. બસ પાસ, 3. યુઆઈડી કાર્ડ, 4. આધાર કાર્ડ, 5. જન્મનો દાખલો / સ્કૂલ સર્ટિફિકેટ, 6. રહેઠાણનો પુરાવો – રેશનકાર્ડ / ચૂંટણી કાર્ડ, 7. શૈક્ષણિક પ્રમાણપત્ર, 8. જાતિનો દાખલો, 9. આવકનો દાખલો, 10. પાસપોર્ટ સાઈઝનો 1 ફોટો
    Click here to Read More
    Previous Article
    પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહના પુત્રની વાડીમાં બનેલી ઘટના:વાડીમાં બકરાં ચરાવવા મુદ્દે યુવાન પર હુમલો, રીબડાના 4 શખ્સની અટકાયત
    Next Article
    પતિના પેન્શન પર નિર્ભર રહેવાને બદલે યુટ્યુબ પરથી સિલાઈ શીખ્યાં:સિલાઈ કામ શીખી વૃદ્ધાએ 400 ગરીબબાળકોને શૈક્ષણિક કિટની મદદ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment