Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિના પેન્શન પર નિર્ભર રહેવાને બદલે યુટ્યુબ પરથી સિલાઈ શીખ્યાં:સિલાઈ કામ શીખી વૃદ્ધાએ 400 ગરીબબાળકોને શૈક્ષણિક કિટની મદદ કરી

    1 day ago

    ઉંમર 74 વર્ષની, પણ ઉત્સાહ એવો કે આજની Gen Z પણ શીખે! પતિના અવસાન બાદ સરકાર તરફથી મળતા પેન્શન પર નિર્ભર રહીને જીવન પસાર કરવું સહેલું હતું, પરંતુ 74 વર્ષનાં આશાબેન અશ્વિનભાઈ દેસાઈએ જાતે પગભર બનીને પોતાની કમાણીમાંથી ગરીબ બાળકોની સેવા કરવાનો રસ્તો પસંદ કર્યો. 74 વર્ષની ઉંમરે ઇન્ટરનેટને પોતાનું હથિયાર બનાવી યુટ્યુબના વીડિયો જોઈને સિલાઈ શીખનાર આશાબેન આજે હેન્ડમેડ થેલા, પર્સ સહિતની વસ્તુઓ બનાવે છે અને તેનું ઓછા દરે વેચાણ કરી મળતી રકમ ગરીબ બાળકો પાછળ ખર્ચે છે. તેમણે 400 બાળકોને શૈક્ષણિક કિટ આપી છે જેમાં નોટ્સબુક, કંપાસ, બેગ સહિતની વસ્તુઓ હોય છે. આશાબેનના પતિ આકાશવાણીમાં નોકરી કરતા હતા. તેમના અવસાન બાદ આશાબેનને પેન્શન મળતું હતું. જોકે, જીવનના આ તબક્કે પણ કોઈના સહારે રહેવાને બદલે તેમણે આત્મનિર્ભર બનવાનું પસંદ કર્યું. સંતાનમાં બે દીકરીઓ છે, જેઓ વર્ષો પહેલાં સાસરે વળી ગઈ છે. હાલમાં આશાબેન પોતાની દેરાણી સાથે રહે છે. દેરાણી પણ વિધવા છે. બંને જેઠાણી-દેરાણી સાથે મળીને સિલાઈ સહિતનું કામ કરે છે અને તેમાંથી થતી આવકનો એક હિસ્સો જરૂરિયાતમંદ બાળકોની મદદ પાછળ ખર્ચે છે. કોરોનાના સમયમાં આશાબેને ઘરે જ માસ્ક બનાવવાનું શરૂ કર્યું અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે પહોંચાડ્યા. ત્યારબાદ ઝનાના હોસ્પિટલમાં ગરીબ પરિવારોનાં નવજાત બાળકોને ઝબલાં પણ આપે છે. છેલ્લા સાતેક વર્ષથી ગરીબ બાળકોના અભ્યાસ માટેની વસ્તુઓ તેમજ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ આપવામાં પણ તેઓ મદદ કરે છે.
    Click here to Read More
    Previous Article
    દિવ્યાંગોને સ્વરોજગાર માટે જરૂરી સાધનો આપવાનો સંસ્થાઓનો લક્ષ્યાંક:રાજકોટ-મોરબી જિલ્લાના દિવ્યાંગોને પગભર કરવા સ્વરોજગાર એસેસમેન્ટ કેમ્પનું આયોજન
    Next Article
    ફરવાની ફ્રીક્વન્સી વધી:દિવાળી પૂર્વે રાજકોટથી ગોવાની ફ્લાઇટ 25 ઓક્ટોબરથી ટેકઓફ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment