Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6.41 લાખ બાળકોએ સ્કૂલ છોડી, બાવળિયા બોલ્યા- ડ્રોપઆઉટ રેશિયો ઝીરો:મંત્રીએ કહ્યું- ગ્રામ્યમાં અધ્ધવચ્ચે અભ્યાસ છોડી દેતા બાળકોનો રેશિયો ઝીરોએ પહોંચ્યો

    1 day ago

    રાજકોટ શહેર અને જિલ્લાની 800થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આજે 23 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે જેને પ્રગતિનો પ્રવેશોત્સવ નામ આપવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો, ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ગુજરાતમાં જાણે વિદ્યાર્થીઓનો ડ્રાપ આઉટ રેશિયો જ ખબર ન હોય તેમ ગ્રામ્ય વિસ્તારમાં અધ્ધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા બાળકોનો રેશિયો 0% એ પહોંચ્યો છે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે શાળા પ્રવેશોત્સવનો પરીપત્ર જાહેર થયો તેમાં જ લખ્યું હતું કે, રાજ્યમાં 6.41 લાખ બાળકોએ અધવચ્ચેથી શાળા છોડી દીધી હતી જેમાં રાજકોટના 32,000 વિદ્યાર્થીઓ સામેલ હતા. શહેર-જિલ્લામાં 15,901 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ રાજકોટ શહેર-જિલ્લામાં આજે પ્રથમ દિવસે 15,901 વિદ્યાર્થીઓને ધોરણ 1 અને બાલવાટિકામાં પ્રવેશ થયો છે. આ દરમિયાન શહેરના રામનાથપરામાં જૂની જેલ પાસેથી સંત તુલસીદાસ શાળામાં વિદ્યાર્થીઓને આવકારવા માટે ધારાસભ્ય રમેશ ટીલાળા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ ભણે તે માટે વાલીઓ ધ્યાન આપે તેમ જણાવ્યું હતું. તો બીજી તરફ સાયપર ગામની સરકારી પ્રાથમિક શાળાએ બાળકોનો પ્રવેશ કરાવવા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પહોંચ્યા હતા. પ્રા.શાળામાં સુવિધાઓના અભાવે ખુબ મોટો ડ્રાપ આઉટ રેશિયો હતો રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સાયપર પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં આજે શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ હતી. એ પહેલા શાળાઓમાંથી દીકરા અને દીકરીઓ મોટા પ્રમાણમાં ડ્રોપ આઉટ થઈ જતા હતા. અધવચ્ચેથી શિક્ષણ છોડી દેતા હતા તે વખતે પ્રાથમિક શાળામાં સુવિધાઓનો પણ અભાવ હતો. એને કારણે ખુબ મોટા પ્રમાણમાં ડ્રાપ આઉટ હતો. જેથી વર્ષ 2003થી આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ હતી. 0% ડ્રોપ આઉટ રેશિયો સુધી પહોંચ્યા છીએ: બાવળિયા ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જે બાળકો અધ્ધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા રેગ્યુલર થયા અને 0% ડ્રોપ આઉટ રેશિયો સુધી પહોંચ્યા છીએ. આજે રાજકોટ તાલુકાના સાયપર ગામની મુલાકાત લીધી જેની વસ્તી 851 ની છે. જેમાંથી અહીં 151 બાળકો આ સરકારી શાળામાં અભ્યાસ કરે છે અને આજે નવા 16 બાળકોનો પ્રવેશ થયો છે. 7 શિક્ષકો અહીં ભણાવી રહ્યા છે. દીકરીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા. એક દીકરીએ વૃક્ષોનું મહત્વ સમજાવી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. શાળા પ્રવેશોસ્તવથી બાળકોની સ્કીલ ખીલે તેવા પ્રયત્નો રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, વર્ષ 2004માં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે શાળા પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો જે આજ સુધી ચાલુ છે. શાળા પ્રવેશોત્સવમાં તમામ બાળકોનો પ્રવેશ વાજતે ગાજતે કરવામાં આવે છે. બાળકોની સ્કીલ ખીલે તે પ્રકારના પ્રયત્નો પણ કરવામાં આવે છે. દાતાઓ દ્વારા પણ તેઓને ઘણી ભેટ આપવામાં આવે છે. પહેલા બાળક રડતું રડતું શાળાએ જ હતું, પરંતુ અત્યારે હસતું હસતું શાળાએ જાય છે અને તેની ભવિષ્યની કારકિર્દી બનાવે છે. બાળકના ભણતર માટે વાલીઓએ પણ કાળજી લેવી તેમણે અંતમાં જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ગુજરાત સરકાર આ માટે ખૂબ જ મોટું ફંડ પણ ફાળવે છે, ત્યારે હું વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું અને વાલીઓને કહું છું કે તમારું બાળક ભણે તે માટે તમારે પણ કાળજી લેવી જોઈએ. જ્યારે પાઠય પુસ્તકો બાબતે કહ્યું કે એક બે દિવસમાં પાઠ્ય પુસ્તકો મળી જશે.
    Click here to Read More
    Previous Article
    સોનમ રઘુવંશી જેવી જ નીકળી સિયા:યુવતીએ પ્રેમી સાથે મળીને ફિયાન્સને 400 ફૂટ ઊંડી ખીણમાં ફેંક્યો; નવેમ્બરમાં લગ્ન માટે ઉદયપુરમાં પેલેસ બુક હતો
    Next Article
    પિતા-પુત્રીના ત્રીજા માળે પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યા:'પત્ની સાથે છૂટાછેડા સુધી મામલો પહોંચ્યો હતો, પણ પિતાને અઢી વર્ષની પુત્રીથી વિખૂટું ન્હોતું પડવું'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment