Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં કર્મચારીઓ હડતાળ પર જશે‎:સા.કાં.ના મહેસૂલી કર્મીઓની આજે માસ સીએલ

    1 day ago

    છેલ્લા કેટલાય સમયથી મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં સાબરકાંઠાના 350થી વધુ મહેસૂલી કર્મચારીઓ આજે સોમવારે સામૂહિક માસ સીએલ પર ઉતરી જશે. જેના કારણે સરકારી કચેરીઓમાં મહેસૂલી કામગીરી ખોરંભે પડવાની સાથે અરજદારોને ધક્કા ખાઈને પરત ફરવાની નોબત આવશે. તે પહેલાં શનિવારે કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી સરકારને પડતર પ્રશ્નો ઉકેલવા તાકીદ કરી હતી. પડતર પ્રશ્નો ઉકેલવા વર્ક ટુ રુલ આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. સોમવારે આપેલા માસ સીએલના એલાન પછી પણ જો સરકાર અને મહેસૂલ વિભાગ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માટે સરકાર તત્પરતા નહીં દાખવે તો તા. 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ​​રાજ્ય સહિત ઉત્તર ગુજરાતમાં હાલ સેવાસેતુ કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. ત્યારે સોમવારે 350થી વધુ મહેસૂલી કર્મચારીઓ પડતર માંગના નિરાકરણ મુદ્દે માસ સીએલ પર જવાના છે અને તેમ છતાં પણ ઉકેલ નહીં આવે તો તા.7 ઓક્ટોબરે અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામશે. મહેસૂલી કર્મચારીઓની હડતાળને પગલે જનસેવા કેન્દ્રોને માઠી અસર થવાની સંભાવના છે.અગાઉ મહેસૂલી કર્મચારીઓ વોટ્સએપ ગ્રૃપમાંથી નીકળી ગયા પછી કાળીપટ્ટી ધારણ કરી હતી. આ માંગણીઓને લઇ કર્મીઓની હડતાળ ​મહેસૂલી કર્મચારીઓ માટે કેટલાક સમયથી બઢતીમાં અન્યાય, મહેસૂલી ક્લાર્ક તલાટીઓની ફેરબદલી થતાં મેરિટ કમને ધ્યાને લઈ કર્મચારીઓની બદલી કરવાની માંગણી, ક્લાર્ક અને મહેસૂલી તલાટીઓની સિનિયોરિટી યાદી ઝડપથી પસાર કરવી, જનસેવા કેન્દ્રમાં ચાલતી કામગીરીમાં આગવું મહેકમ મંજૂર કરવું તેમજ નાયબ મામલતદાર, મધ્યાહન, પુરવઠા અને પુરવઠા નિરીક્ષકને નિયત કરેલ રકમ આપવા સહિતના વાયદાઓ સરકારે પરિપૂર્ણ કર્યા નથી. જેથી કર્મચારી મહામંડળના આદેશ અનુસાર સાબરકાંઠા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દીક્ષાર્થી બહેનોની અનુમોદનામાં ઉમટ્યો જૈન સમાજ‎:વિજયનગરમાં બે દીક્ષા પૂર્વે મંગલ ગોદ ભરાઈ મહોત્સવ
    Next Article
    સોમવારે માસ સીએલ,6મીએ ફરજ પર હાજરી બાદ 7મીએ હડતાળ:પાટણમાં 300થી વધુ મહેસૂલી કર્મચારીઓ વિવિધ માંગોને લઈ અચોક્કસ હડતાળ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment