Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમવારે માસ સીએલ,6મીએ ફરજ પર હાજરી બાદ 7મીએ હડતાળ:પાટણમાં 300થી વધુ મહેસૂલી કર્મચારીઓ વિવિધ માંગોને લઈ અચોક્કસ હડતાળ પર

    1 day ago

    જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં આંદોલન ઉગ્ર બન્યું છે. 3 ઓક્ટોબરે વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થઈ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યા બાદ હવે સોમવારે માસ સીએલ અને 7 ઓક્ટોબરથી અચોક્કસ હડતાળનું એલાન કરાયું છે. 300 કર્મચારીઓ જોડાશે. બઢતી-બદલી, ડીમ્ડ ડેટ, સિનિયોરિટી, જોબચાર્ટ સહિતનાં પ્રશ્નોના ઉકેલની માગ સાથે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડલના આદેશ અનુસાર પાટણ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળે આંદોલનનું આગામી ચરણ જાહેર કર્યું છે.5 ઓક્ટોબરે મહેસૂલી તલાટી, ક્લાર્ક અને નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ માસ સીએલ પર રહેશે. 6 ઓક્ટોબરે ફરજ પર હાજર થયા બાદ 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરશે..કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં 2012 ના નાયબ મામલતદારો માટે 2020ની આપવાપાત્ર ડીમ્ડ ડેટ આપવી, પ્રમોશન બાદ જિલ્લા બહાર મુકાયેલા કર્મચારીઓને માતૃ જિલ્લામાં પરત લાવવા અને મહેસૂલી તલાટીના જોબચાર્ટમાંથી અન્ય વિભાગોની કામગીરી દૂર કરવાનો સમાવેશ થાય છે. સ્ટાફની અછત વચ્ચે વધારાનું કામ ન સોંપવું, ફીલ્ડ કામગીરી કરતા કર્મચારીઓને પીટીએ આપવું, બિનજરૂરી જિલ્લા ફેરબદલી અટકાવવી અને સમયમર્યાદાની કામગીરીમાં રજાના દિવસો બાદ કરીને વર્કિંગ ડેઝ ગણવાની પણ માંગ છે. દાખલા-જમીન-રેશનકાર્ડ સહિતની કામગીરીને અસરની શક્યતા‎ કઈ કચેરીઓની કામગીરી ખોરવાશે?‎ હડતાળથી મામલતદાર, પ્રાંત અને કલેક્ટર કચેરી ઉપરાંત જમીન સંપાદન તથા નાયબ મામલતદાર ફરજ બજાવતા આયોજન સહિતની કચેરીઓની કામગીરીને અસર થવાની શક્યતા છે. મહેસૂલી તંત્રની રોજિંદી વહીવટી કામગીરી, અરજીઓના નિકાલ અને સમયમર્યાદાવાળી કામગીરી પર તેની સીધી અસર પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં કર્મચારીઓ હડતાળ પર જશે‎:સા.કાં.ના મહેસૂલી કર્મીઓની આજે માસ સીએલ
    Next Article
    ગોધરામાં બ્રિટિશ સમયની 5ની નોટ 33 હજારમાં ખરીદાઇ:મોતીબાગમાં 3 દિવસીય કોઇન એક્ઝિબિશન, જૂના સિક્કા અને મિસ-પ્રિન્ટેડ નોટો સાથે દુર્લભ તસવીરો જોવા મળી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment