Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં બ્રિટિશ સમયની 5ની નોટ 33 હજારમાં ખરીદાઇ:મોતીબાગમાં 3 દિવસીય કોઇન એક્ઝિબિશન, જૂના સિક્કા અને મિસ-પ્રિન્ટેડ નોટો સાથે દુર્લભ તસવીરો જોવા મળી‎

    1 day ago

    ​ગોધરામાં આવેલા મોતીબાગ ખાતે ત્રણ દિવસીય સિક્કા પ્રદર્શન (કોઇન એક્ઝિબિશન) યોજાયું હતું. આ પ્રદર્શનમાં ગુજરાત સહિતના દિલ્હી, હૈદરાબાદ, કર્ણાટક સહિના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં જૂના સિક્કા, નોટો કે ઐતિહાસિક ચીજવસ્તુઓ એકત્રિત કરનાર અને ઇતિહાસરસિકો જોડાયા હતા. ​ પ્રદર્શનના મુખ્ય આકર્ષણોમાં ​કરાચી અધિવેશનની દુર્લભ તસવીરોમાં વર્ષ 1931માં કરાચી ખાતે યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનની ઓરિજિનલ તસવીરો તથા ગાંધી-ઇરવિન કરાર અને ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરુની શહાદત પછીના દેશવ્યાપી વિરોધ, શોક અને ક્રાંતિકારી મિજાજની તસવીરોમાં જોવા મળી હતી. વર્ષ 1930માં બ્રિટિશ હકુમત દ્વારા શહીદ-એ-આઝમ ભગતસિંહને વોન્ટેડ જાહેર કરી રૂા.5,000નું ઇનામ દર્શાવતા મૂળ પોસ્ટર સાથે 2,000 વર્ષ જૂના પ્રાચીન ચલણી સિક્કા, નોટો તથા રૂા.1,000 અને રૂા.2,000ની મિસ-પ્રિન્ટિંગ ચલણી નોટો આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રદર્શનમાં વર્ષ 1938ની બ્રિટિશ શાસનની રૂા.5ની નોટ રૂા.33 હજારમાં ખરીદાઇ હતી. જ્યારે કેટલાક લોકોએ સંગ્રહ કરેલ જૂના સિક્કા તથા નોટો ઐતિહાસિક ચીજવસ્તુઓ એકત્રિત કરનારને વેચ્યા હતા. ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શન નિહાળ્યું હતું. પંચ.ના એન્ટિક કલેક્ટર અને શોખીનો ઉમટ્યાં ગોધરા ખાતે યોજાયેલા સિક્કા પ્રદર્શનમાં હજારો વર્ષ જૂના ચલણી સિક્કા, નોટો અને પ્રાચીન એન્ટિક વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેનું પંચમહાલના એન્ટિક કલેક્ટર અને મોટી સંખ્યામાં શોખીન લોકોએ નિહાળ્યું હતું. - સંદીપ જૈન, આયોજક
    Click here to Read More
    Previous Article
    સોમવારે માસ સીએલ,6મીએ ફરજ પર હાજરી બાદ 7મીએ હડતાળ:પાટણમાં 300થી વધુ મહેસૂલી કર્મચારીઓ વિવિધ માંગોને લઈ અચોક્કસ હડતાળ પર
    Next Article
    પંચ.બાર એસો. દ્વારા ગુજરાત ભાડા‎વિધેયકના વિરોધમાં હડતાળનું એલાન‎:બિલને મોકૂફ કે રદ કરવામાં ન આવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment