Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચ.બાર એસો. દ્વારા ગુજરાત ભાડા‎વિધેયકના વિરોધમાં હડતાળનું એલાન‎:બિલને મોકૂફ કે રદ કરવામાં ન આવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી

    1 day ago

    રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક બિલ-2026ના વિરોધમાં પંચમહાલના વકીલો અચોક્કસ મુદત સુધી અદાલતી કામકાજથી અળગા રહેશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશને પગલે પંચ. ડિસ્ટ્રિક્ટ બાર એસો. દ્વારા સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાર એસો. દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તેમજ તમામ જજોને પાઠવવામાં આવેલા પત્ર અનુસાર, ગુજરાત સરકારે રજૂ કરેલા ભાડા વિધેયક બિલ- 2026માં રહેલી ક્ષતિઓમાં જ્યાં સુધી તાત્કાલિક અસરથી સુધારો કરવામાં ન આવે અથવા આ બિલને મોકૂફ કે રદ ન કરે, ત્યાં સુધી રાજ્ય વ્યાપી આંદોલનના ભાગરૂપે કામકાજ સ્થગિત રાખવાનો આદેશ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવ્યો છે. આ આદેશના સમર્થનમાં વકીલ મંડળે તા.5 ઓક્ટોબરથી અર્જન્ટ કામકાજ સહિત તમામ કાર્યવાહીથી અચોક્કસ મુદત સુધી અળગા રહેવાનો ઠરાવ કર્યો છે. વધુમાં, વકીલ મંડળે કોર્ટને વિનંતી કરી છે કે વકીલો કે પક્ષકારોની ગેરહાજરીમાં કોઈપણ કેસ એકતરફી ન ચલા વે તેમજ ગેરહાજરી બદલ વોરંટ કે નોટિસ ઈશ્યૂ ન કરી, કેસોને જે તે સ્ટેજે જ રાખવામાં આવે જેથી પક્ષકારો કે વકીલોને કોઈ અન્યાય કે નુકસાન ન થાય. તેમ બાર એસો.ના પ્રમુખ ચિરાગ પરીખ અને સેક્રેટરી મિહિર પુરાણીએ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં બ્રિટિશ સમયની 5ની નોટ 33 હજારમાં ખરીદાઇ:મોતીબાગમાં 3 દિવસીય કોઇન એક્ઝિબિશન, જૂના સિક્કા અને મિસ-પ્રિન્ટેડ નોટો સાથે દુર્લભ તસવીરો જોવા મળી‎
    Next Article
    ગામ ગામની વાત:એરડા ગામ: આસ્થા, પરંપરા અને લોકજીવનનો સંગમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment