Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામ ગામની વાત:એરડા ગામ: આસ્થા, પરંપરા અને લોકજીવનનો સંગમ

    1 day ago

    પોરબંદર તાલુકાનું એરડા ગામ ધાર્મિક અને સામાજિક દૃષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. ગામમાં લીરબાઈ માતાજી, બેનબાઈ માતાજી, સંતપુરુષ નબા ભગત તથા સીમમાં આવળ માતાનાં મંદિરો આવેલા છે. આ ધાર્મિક સ્થળો આસપાસના વિસ્તારના ભાવિકો માટે આસ્થાનાં કેન્દ્ર બન્યાં છે. વિવિધ ધાર્મિક પ્રસંગોએ ભાવિકો દર્શન, નિવેધ તથા અન્ય ધાર્મિક વિધિ માટે અહીં આવે છે. ગામમાં આવેલા લીરબાઈ માતાજીના મંદિર સાથે વર્ષોથી શ્રદ્ધા જોડાયેલી છે. મંદિર પરિસરમાં મીઠું પાણી મળતું હોવાની વાત સ્થાનિકોમાં પ્રચલિત છે અને તેને માતાજીના પરચા સાથે જોડાયેલી દ્રઢ લોકમાન્યતા તરીકે જોવામાં આવે છે. ધાર્મિક પ્રસંગો અને દર્શન સમયે અહીં શ્રદ્ધાળુઓની અવરજવર રહે છે. બેનબાઈ માતાજીનું મંદિર ખવાસ સમાજની આસ્થા સાથે વિશેષ રીતે જોડાયેલું છે. વૈશાખ માસ દરમિયાન અહીં મેળો ભરાય છે.આ પ્રસંગે સમાજના ભાવિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ દર્શન, હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં જોડાય છે. પરંપરાગત રીતે ઉજવાતો આ મેળો સામાજિક એકતાનું પણ માધ્યમ બને છે. એરડામાં નબા ભગતનું મંદિર સંતપરંપરાની સ્મૃતિને જાળવી રહ્યું છે. સ્થાનિક શ્રદ્ધા મુજબ નબા ભગત સંતપુરુષ તરીકે લોકઆસ્થામાં સ્થાન ધરાવે છે. તેમના નામ સાથે જોડાયેલું મંદિર આજે પણ ભાવિકો માટે શ્રદ્ધાનું સ્થાન છે. ગામમાં મહેર સમાજ દ્વારા બનાવવામાં આવેલ સ્થળે ધાર્મિક અને સામાજિક પ્રસંગોની ઉજવણી થાય છે. બીજી તરફ નવી શાળા માટે મંજૂરી મળતાં તેનું કામ પ્રગતિ હેઠળ છે. ગામના લોકોનો મુખ્ય આધાર ખેતી અને પશુપાલન છે. આમ, એરડાની ઓળખમાં ધાર્મિક વારસો, સામાજિક પરંપરા અને ગ્રામ્ય જીવનશૈલીનો સમન્વય જોવા મળે છે. 42 કિ.મી. ધાર્મિક સ્થળો ગામની વિગત મથકની અંતર બસ-અન્ય વાહનો કનેક્ટિવિટી એરડા ગામમાં બસ સ્ટેન્ડ થી ગામ સુધી ફરતે સીસીટોડ આવેલ છે અને શેરીઓમાં પેવરબ્લોક મઢવામાં આવેલ છે. ગામમાં સ્ટ્રીટલાઇટો આવેલ છે, ગામના લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા છે. ગામમાં આંગણવાડી છે તેમજ મહેર સમાજ આવેલ છે. સ્કુલનું કામ પ્રગતિ હેઠળ છે. ગામનો હજુ વધુ વિકાસ કરવામાં આવશે. > રૂપીબેન હાથિયાભાઈ ઓડેદરા, સરપંચ, એરડા ગામ
    Click here to Read More
    Previous Article
    પંચ.બાર એસો. દ્વારા ગુજરાત ભાડા‎વિધેયકના વિરોધમાં હડતાળનું એલાન‎:બિલને મોકૂફ કે રદ કરવામાં ન આવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી
    Next Article
    પરંપરાગત નાના માછીમારોના હિત રક્ષણ માટે નિર્ણય‎:પોરબંદરના દરિયામાં પાંચ નોટિકલ માઈલ સુધી બોટમ ટ્રોલિંગ પર પ્રતિબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment