Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરંપરાગત નાના માછીમારોના હિત રક્ષણ માટે નિર્ણય‎:પોરબંદરના દરિયામાં પાંચ નોટિકલ માઈલ સુધી બોટમ ટ્રોલિંગ પર પ્રતિબંધ

    1 day ago

    સમુદ્રી જીવસૃષ્ટિનું જતન અને પરંપરાગત નાના માછીમારોના હિત રક્ષણ માટે પોરબંદરના દરિયામાં 5 નોટિકલ માઈલ સુધી બોટમ ટ્રોલિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ નિયમભંગ સામે કાયદેસર કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે. પોરબંદર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં સમુદ્રી જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવા, મત્સ્ય સંવર્ધન પ્રક્રિયાને વેગ આપવા તેમજ પરંપરાગત નાના માછીમારોની આજીવિકાનું રક્ષણ કરવાના ઉદ્દેશથી વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003ની કાનૂની જોગવાઈઓ અન્વયે પોરબંદરના દરિયાકાંઠાથી 5 નોટિકલ માઈલ સુધીના વિસ્તારમાં બોટમ ટ્રોલિંગ પદ્ધતિથી માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.તંત્ર દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, કોઈપણ યાંત્રિક બોટ દ્વારા દરિયાકિનારાથી 5 નોટિકલ માઈલની અંદર તળિયે જાળ ઘસડીને માછીમારી કરી શકાશે નહીં. દરિયાના તળિયે જાળ ઘસડવાથી ત્યાં આવેલી વનસ્પતિ, પરવાળાં, નાની માછલીઓ તેમજ માછલીઓના ઈંડાંનો મોટા પાયે નાશ થાય છે, જેના પરિણામે ભવિષ્યમાં મત્સ્ય ઉત્પાદન પર અત્યંત વિપરીત અસર પડવાની સંભાવના રહે છે. સમુદ્રી પર્યાવરણ અને મત્સ્ય ઉદ્યોગના ટકાઉ વિકાસ માટે તમામ બોટ માલિકો અને ખલાસીઓને આ પ્રતિબંધાત્મક આદેશનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. આ નિયમનો અનાદર કરનાર બોટ સંચાલકો સામે મત્સ્યોદ્યોગ કાયદા હેઠળ કડક દંડાત્મક પગલાં ભરવામાં આવશે. બોટમ ટ્રોલિંગ શા માટે ઘાતક છે? બોટમ ટ્રોલિગ થી દરિયાના તળિયે રહેલી કુદરતી વનસ્પતિ અને પરવાળાં નાશ પામે છે, માછલીઓના ઈંડા અને નાની માછલીઓ મરી જતાં ભાવિ બ્રીડિંગ અટકી જાય છે. કાંઠા વિસ્તારમાં પરંપરાગત હોડીઓ ચલાવતા માછીમારોની આજીવિકા જોખમાય છે.
    Click here to Read More
    Previous Article
    ગામ ગામની વાત:એરડા ગામ: આસ્થા, પરંપરા અને લોકજીવનનો સંગમ
    Next Article
    ખેડૂતોને સીધા વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહેશે‎:પોરબંદરમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment