Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોને સીધા વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહેશે‎:પોરબંદરમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ

    एक दिन पहले

    પોરબંદરમા પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનો રાજ્યસભા સાંસદના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.ગાંધીનગરથી રાજ્યવ્યાપી ઈ-લોકાર્પણ સાથે પોરબંદરમાં 2 આઉટલેટ શરૂ કરાયા હતા. ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા તેમજ ઝેરમુક્ત ખેતી કરતા ધરતીપુત્રોને તેમની ઉપજના સીધા વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેવા આશય સાથે ગાંધીનગર ખાતેથી પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશોના વેચાણ કેન્દ્રોનું રાજ્યવ્યાપી ઈ-લોકાર્પણ યોજાયું હતું. આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે પોરબંદર શહેરમાં રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રોનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો અને ગાંધીનગરના મુખ્ય સમારોહનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.​ કાર્યક્રમ પ્રસંગે સાંસદ માનસિંહ પરમારે જણાવ્યું હતું કેપ્રાકૃતિક કૃષિને જનઆંદોલન બનાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અગાઉ 1,000થી વધુ પ્રાકૃતિક સ્ટોલ કાર્યરત હતા, જેમાં આજે વધુ 100 જેટલા નવા કેન્દ્રોનો ઉમેરો થયો છે. પોરબંદરમાં આ પ્રકારના કાયમી વેચાણ કેન્દ્રો શરૂ થવાથી ખેડૂતોને તેમની મહેનતનું પૂરતું વળતર મળશે અને સ્થાનિક શહેરીજનોને શુદ્ધ, આરોગ્યપ્રદ અને કેમિકલમુક્ત અનાજ, કઠોળ તેમજ શાકભાજી વાજબી ભાવે ઉપલબ્ધ થશે. પોરબંદરમાં બે મુખ્ય સ્થળોએ આ કેન્દ્રો કાર્યરત કરાયા છે. જેમાં પેરેડાઇઝ ફુવારા નજીક, ઠક્કર હોસ્પિટલ સામેની ગલીમાં પોરબંદર SPNF પ્રોડ્યુસર કંપની લિમિટેડ તેમજ દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ સામે, ફ્રેન્ડ્સ પેટ્રોલ પંપની સામે અમૃત આહાર મોલ ખાતે આ વેચાણ વ્યવસ્થા શરૂ થઈ છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, મ્યુનિસિપલ કમિશનર ટી. સી. તીરથાણી, જિલ્લા આયોજન અધિકારી જે. સી. ઠાકોર સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પરંપરાગત નાના માછીમારોના હિત રક્ષણ માટે નિર્ણય‎:પોરબંદરના દરિયામાં પાંચ નોટિકલ માઈલ સુધી બોટમ ટ્રોલિંગ પર પ્રતિબંધ
    Next Article
    ટીડીઓ અને ઇજનેરોની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું‎:ઠોયાણા ગામે ગટરના પ્રશ્નનો 6 મહિને સુખદ અંત આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment