Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીક્ષાર્થી બહેનોની અનુમોદનામાં ઉમટ્યો જૈન સમાજ‎:વિજયનગરમાં બે દીક્ષા પૂર્વે મંગલ ગોદ ભરાઈ મહોત્સવ

    1 day ago

    વિજયનગરના ઐતિહાસિક શ્રી1008 આદિનાથ દિગંબર જૈન બીસપંથી દેરાસરમાં પૂજ્ય આચાર્ય ભગવંતો તથા આર્યિકા માતાજીઓના પાવન આશીર્વાદ અને સાનિધ્યમાં સંસાર ત્યાગ કરી સંયમના માર્ગે પ્રયાણ કરી રહેલા બે-બે દીક્ષાર્થી બહેનોનો મંગલ ગોદભરાઈ મહોત્સવ સંપન્ન થયો હતો. વિજયનગરના વતની અને હાલ ઈડર નિવાસી દીક્ષાર્થી શ્રાવિકા શ્રીમતી સુમિત્રાબેન શશીકાંત શાહ, જેમની જૈનેશ્વરી દીક્ષા પરમ પૂજ્ય પ્રાકૃતાચાર્ય 108 સુનિલ સાગરજી મહારાજના પાવન વરદ હસ્તે આગામી તા.11 ઓક્ટોબરના રોજ ઈન્દોર મધ્યપ્રદેશમાં યોજાનાર છે. પરમ પૂજ્ય ગણિની આર્યિકા 105 ભરતેશ્વરી માતાજીના હસ્તે સંઘસ્થ બા.બ્ર. સંચિતા દીદીનો દીક્ષા સમારોહ તા.16 નવેમ્બરના રોજ બાંસવાડા રાજસ્થાન ખાતે યોજાનાર છે. કાર્યક્રમનો પ્રારંભ સવારે દેવાધિદેવ આદિનાથ ભગવાનના મંગલ પ્રક્ષાલ-અભિષેક તથા શાંતિધારા સાથે થયો હતો. ત્યારબાદ પરમ પૂજ્ય આર્યિકા 105 સુનંદામતિ માતાજી તથા પૂજ્ય આર્યિકા 105 આદિમતિ માતાજી સસંઘના પાવન સાનિધ્યમાં ગોદભરાઈ વિધિ સંપન્ન થઈ હતી. ​દરેક સાધર્મી ભાઈ-બહેનોએ શ્રદ્ધાપૂર્વક લાવેલી માંગલિક સામગ્રી શ્રીફળ, બદામ, જિનવાણી અર્પણ કરી ભાવપૂર્વક બંને દીક્ષાર્થીઓની ગોદ ભરી હતી. સમગ્ર પરિસરમાં માતૃશક્તિ દ્વારા મંગલ ગીતો આજ અમારા દેરાસરમાં સોના સૂરજ ઊગ્યો રે...ના સૂરો ગુંજી ઊઠ્યા હતા. દીક્ષાર્થી બહેનોની શોભાયાત્રા દરમિયાન સમગ્ર સમાજે પુષ્પવૃષ્ટિ કરી જયઘોષ લગાવ્યા હતા. પરિવારજનો તથા સાધર્મીઓએ ભીની આંખે બંને દીક્ષાર્થી આત્માઓને સંયમ જીવન માટે મંગલ આશીર્વાદ અને ભાવનાઓ અર્પણ કરી હતી. આયોજન સમસ્ત દિગંબર જૈન પંચ મહાજન, વિજયનગર તથા યુવક અને મહિલા મંડળના સહયોગથી સંપન્ન થયું હતું. વિજયનગરમાં બેવડી દીક્ષા પૂર્વેનો મંગલ ગોદભરાઈ મહોત્સવ
    Click here to Read More
    Previous Article
    હોસ્પિટલ નજીકથી નવજાત મૃત બાળકી મળવાનો કિસ્સો‎:દફનવિધિની સમજ ના હોઈ માજીએ મૂકેલ મૃત બાળકીને શ્વાનોએ ચૂંથી નાખી: પીઆઇ
    Next Article
    પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં કર્મચારીઓ હડતાળ પર જશે‎:સા.કાં.ના મહેસૂલી કર્મીઓની આજે માસ સીએલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment