Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડી રાત સુધી સોશિયલ મીડિયા જોતી મહિલા સાથે ઘટના‎:રાત્રે ઝોકું આવતા મહિલાના હાથમાંથી સરકી મોબાઈલ હોઠ પર પડતાં ચાંદુ પડ્યું

    19 hours ago

    પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં એક મહિલા રાત્રે મોબાઈલ જોઈ રહી હતી. દરમિયાન ઊંઘનું ઝોકું આવતા મોબાઈલ હાથમાંથી સરકી હોઠ ઉપર પડ્યો હતો. જ્યાં ચાંદી પડતા લોહી નીકળ્યું હતું. હોઠ સૂઝી ગયો હતો. મોડી રાત સુધી મોબાઈલમાં સોશિયલ મીડિયા સર્ફિંગ કરવાની ટેવ ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે. પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે. રાત્રે મહિલા પથારીમાં મોબાઈલ પર સોશિયલ મીડિયા જોઈ રહી હતી ત્યારે અચાનક ઊંઘનું ઝોકું આવ્યું હતું. આ દરમિયાન હાથમાંથી મોબાઈલ સરકીને સીધો હોઠ પર પડ્યો હતો. મોબાઈલ વાગતાં હોઠ પર ચાંદુ પડી ગયું હતું અને લોહી નીકળ્યું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ, ઘટના રાત્રિના સમયે બની હતી. મહિલાને હોઠ પર ઇજા થતાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. સદનસીબે ગંભીર ઇજા થઈ નહોતી. હાલના સમયમાં માત્ર યુવતીઓ કે યુવાનો જ નહીં, મહિલાઓમાં પણ રાત્રે ઊંઘતા પહેલાં મોબાઈલમાં રીલ્સ, સોશિયલ મીડિયા અને અન્ય કન્ટેન્ટ જોવાની ટેવ વધી રહી છે. થોડીવાર માટે શરૂ થયેલું સ્ક્રોલિંગ ઘણી વખત કલાકો સુધી ચાલે છે. ઊંઘ આવતી હોવા છતાં મોબાઈલ હાથમાં રાખવાથી આવી નાની-મોટી દુર્ઘટના થવાની શક્યતા રહે છે. આ ઘટનાએ સૂતા પહેલાં મોબાઈલનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત પણ દર્શાવી છે. સૂતા પહેલાં મોબાઈલ દૂર રાખવો વધુ યોગ્ય મોડી રાત સુધી મોબાઈલ જોવાથી સ્ક્રીનની લાઇટ અને સતત કન્ટેન્ટના કારણે ઊંઘ આવવામાં વિલંબ થઈ શકે છે. ઊંઘનો સમય ઘટવાથી થાક, ચિડીયાપણું અને એકાગ્રતામાં ઘટાડો થઈ શકે છે. લાંબા સમય સુધી માથું ઝુકાવીને મોબાઈલ જોવાથી ગરદન- ખભામાં દુખાવો પણ થઈ શકે છે. સૂતા પહેલાં મોબાઈલ દૂર રાખવો વધુ યોગ્ય છે.
    Click here to Read More
    Previous Article
    ઓર્ગેનિક નેપિયર ઘાસ અને ફોગર સિસ્ટમની સુવિધા‎:20 કરોડના ખર્ચે 50 વીઘામાં નિર્માણ થયેલ રૂની પાંજરાપોળમાં 950થી 1000 પશુઓની ક્ષમતા
    Next Article
    બટાકાના ઓછા ભાવથી થયેલા નુકસાન સામે સબસિડી:બટાકાના ભાવ સહિત પ્રશ્ને આજે પાલનપુરમાં ખેડૂતોની મહાપંચાયત,5 કિમીની અધિકાર રેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment