Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓર્ગેનિક નેપિયર ઘાસ અને ફોગર સિસ્ટમની સુવિધા‎:20 કરોડના ખર્ચે 50 વીઘામાં નિર્માણ થયેલ રૂની પાંજરાપોળમાં 950થી 1000 પશુઓની ક્ષમતા

    19 घंटे पहले

    ઓગડ તાલુકાના પ્રસિદ્ધ જૈન યાત્રાધામ રૂનિ ખાતે અબોલ જીવોની સેવા માટે વિકસાવેલી આધુનિક દેવિલાબેન સુરેશકુમાર ગાંધી ખોડાઢોર પાંજરાપોળમાં પશુઓની સારવાર અને સંભાળ સાથે તેમના માટે શાંત વાતાવરણ ઊભું કરવાનો પણ પ્રયાસ કર્યો છે. પાંજરાપોળમાં પશુઓને સંગીત સાથે નવકાર મંત્રની ધૂન સંભળાવવામાં આવે છે. આધુનિક સુવિધાઓ વચ્ચે આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવાની આ વ્યવસ્થા પાંજરાપોળની આગવી વિશેષતા બની છે. જીવદયાપ્રેમી દાતાઓના સહયોગથી તા. 20 માર્ચ, 2024થી કાર્યરત થયેલી પાંજરાપોળ 50 વીઘા વિસ્તારમાં પથરાયેલી છે. અહીં 950થી 1000 જેટલા પશુઓને આશ્રય આપી શકાય તેવી વ્યવસ્થા છે. પશુઓની સંભાળ માટે 25 જેટલા ગૌપાલકો રાત-દિવસ ફરજ બજાવે છે. પાંજરાપોળમાં પશુઓ માટે 8 વિશાળ ડોમ બનાવ્યા છે. પાંજરાપોળમાં 24 કલાક ડોક્ટરની સુવિધા ધરાવતી આધુનિક ગૌ-હોસ્પિટલ કાર્યરત છે. દરરોજ સરેરાશ 10 જેટલા બીમાર અને નિઃસહાય પશુઓ તેમજ ઘાયલ પક્ષીઓની સારવાર કરાય છે. પશુઓને ઓર્ગેનિક નેપિયર ઘાસ ઉપરાંત ગાળેલું શુદ્ધ પાણી અપાય છે. ઉનાળાની ગરમીમાં પશુઓને રાહત મળી રહે તે માટે ડોમમાં પંખા તેમજ ફોગર સિસ્ટમ ગોઠવી છે. પાણી, આહાર અને સારવારની વ્યવસ્થા સાથે પશુઓને અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે જરૂરી સુવિધાઓ ઊભી કરી છે. 30 લાખના મશીનથી નેપિયર ઘાસની કાપણી પશુઓ માટે ઓર્ગેનિક નેપિયર ઘાસની વ્યવસ્થા કરી છે. ઘાસની કાપણી માટે પાંજરાપોળમાં રુ.30 લાખના ખર્ચે આધુનિક મશીન વસાવ્યું છે. જેનાથી ઘાસ કાપવાની કામગીરી વ્યવસ્થિત રીતે કરાય છે. સારવાર,આશ્રય અને પૌષ્ટિક આહારની સુવિધા‎ પાંજરાપોળના પ્રમુખ ધીરજભાઈ શાહે જણાવ્યું હતું કે,આ વિસ્તારમાં‎મોટા પ્રમાણમાં પશુપાલનનો વ્યવસાય થતો હોવાથી નિઃસહાય અને‎બીમાર પશુઓની યોગ્ય સંભાળ માટે દાતાઓના સહયોગથી આ‎આધુનિક સુવિધા ઊભી કરી છે. પશુઓને સારવાર, આશ્રય અને‎પૌષ્ટિક આહાર સાથે શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે તે માટે સંગીત‎અને નવકાર મંત્રની ધૂનની વ્યવસ્થા કરી છે
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠાની 100થી વધુ સ્વનિર્ભર શાળાના સંચાલકોની બેઠક મળી:શૈક્ષણિક પ્રશ્નો અને સરકારી જોગવાઈની અડચણો અંગ ચર્ચા
    Next Article
    મોડી રાત સુધી સોશિયલ મીડિયા જોતી મહિલા સાથે ઘટના‎:રાત્રે ઝોકું આવતા મહિલાના હાથમાંથી સરકી મોબાઈલ હોઠ પર પડતાં ચાંદુ પડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment