Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠાની 100થી વધુ સ્વનિર્ભર શાળાના સંચાલકોની બેઠક મળી:શૈક્ષણિક પ્રશ્નો અને સરકારી જોગવાઈની અડચણો અંગ ચર્ચા

    18 hours ago

    બનાસકાંઠાની સ્વનિર્ભર શાળાઓને લગતા શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નોના ઉકેલ માટે રવિવારે પાલનપુરમાં 100થી વધુ શાળાના સંચાલકોની બેઠક મળી હતી. જેમાં નવી શિક્ષણ નીતિ-નિયમો, ફી નિયમન અને સરકારી જોગવાઈઓના અમલ દરમિયાન આવતી અડચણો અંગે ચર્ચા કરી હતી. પાલનપુરમાં મળેલ બેઠકમાં સ્વનિર્ભર શાળાઓને લાગુ પડતા નવા શિક્ષણ નીતિ-નિયમો અને વિવિધ જોગવાઈઓ અંગે ગુજરાત રાજ્ય મંડળના હિતેશભાઈ પટેલ અને રજનીકાંતભાઈ પટેલે પ્રશ્નોના જવાબ આપી માર્ગદર્શન આપ્યું હતું. નિયમોનો જવાબદારીપૂર્વક અને સુચારુ અમલ કરવા પણ અનુરોધ કરાયો હતો. ફી નિયમન પ્રક્રિયા તથા સરકારી નીતિ-નિયમોના અમલ દરમિયાન ઊભી થતી વ્યવહારુ અને વહીવટી મુશ્કેલીઓ અંગે સંચાલકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ચર્ચાના અંતે શાળાઓને અસર કરતા પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સંબંધિત સક્ષમ અધિકારીઓ સમક્ષ સંયુક્ત અને તથ્ય આધારિત રજૂઆત કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. રજૂઆત બાદ પણ ઉકેલ નહીં આવે તો તમામ સંચાલકો સાથે પરામર્શ કરીને આગામી રણનીતિ નક્કી કરાશે. પાલનપુરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરનું સન્માન કરી શાળાઓના વિવિધ પ્રશ્નો અંગે આવેદન સુપરત કર્યું હતું. ધારાસભ્યે પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સહકારની ખાતરી આપી હતી. સંચાલકોએ શાળા-વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને ગુણવત્તાસભર શિક્ષણને કેન્દ્રમાં રાખી મક્કમ અને શિસ્તબદ્ધ પ્રયાસો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જન્મદિવસ સંભારણું:ડાંગના દીદી પૂર્ણિમાબેન પકવાસાએ આદિવાસી ઉત્થાન માટે કામગીરી કરી
    Next Article
    ઓર્ગેનિક નેપિયર ઘાસ અને ફોગર સિસ્ટમની સુવિધા‎:20 કરોડના ખર્ચે 50 વીઘામાં નિર્માણ થયેલ રૂની પાંજરાપોળમાં 950થી 1000 પશુઓની ક્ષમતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment