Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જન્મદિવસ સંભારણું:ડાંગના દીદી પૂર્ણિમાબેન પકવાસાએ આદિવાસી ઉત્થાન માટે કામગીરી કરી

    17 hours ago

    5 ઓક્ટોબર જાણીતા ગાંધીવાદી પૂર્ણિમાબેન પકવાસાનો જન્મદિવસ છે. 1913માં આ દિવસે તેણીનો જન્મ થયો હતો. ડાંગમાં તેમનું યોગદાન ઘણું રહ્યું. 1974માં તેમણે ડાંગના સાપુતારામાં ‘ઋતંભરા વિશ્વવિદ્યાપીઠ'ની સ્થાપના કરી હતી. તેમણે ડાંગના અંતરિયાળ વિસ્તારની આદિવાસી બાળકીઓ અને મહિલાઓને મફત શિક્ષણ, રહેઠાણ અને ભોજન પૂરું પાડ્યું હતું. આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે શારીરિક તાલીમ, સંગીત, નૃત્ય, રમતગમત અને વિવિધ ગૃહઉદ્યોગો /વ્યવસાયિક કૌશલ્યોની તાલીમ આપી હતી. તેમની આ ઉત્કૃષ્ટ સેવાઓ માટે તેમને 2004માં પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. પૂર્ણિમાબેન પકવાસા 1974માં સાપુતારા (ડાંગ) આવ્યા અને ત્યારથી લઈને તેમણે પોતાના જીવનના અંતિમ તબક્કા સુધી લગભગ 40 કરતાં વધુ વર્ષો ડાંગ જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવી ત્યાં નિવૃત્ત સેવાઓ આપી. જીવનના અંતિમ દિવસો સુધી તેઓ ડાંગના આદિવાસી સમાજના વિકાસ માટે કાર્યરત રહ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે પૂર્ણિમાબેન પકવાસાને મહત્મા ગાંધી અને તેમના પત્ની કસ્તુરબા ગાંધી સાથે સારો ઘરોબો હતો. ગાંધીજીના સંપર્કમાં આવવાથી તેણી ગાંધીવાદી બની અને ખાદીધારી પણ બન્યા હતા. એવું પણ જાણવા મળે છે કે મરોલી ખાતે આવેલ કસ્તૂબરા સેવાશ્રમ સાથે પણ તેમનો સંપર્ક રહેતો હતો. પૂર્ણિમાબેનનું જીવન લાંબું રહ્યું અને તેણીનું 100 વર્ષ વટાવી 103 વર્ષની વયે નિધન થયું હતું. પૂર્ણિમાબેન પકવાસા
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:પીલગાર્ડનમાં ‘ભાઈબંધની નિશાળ’ બની વંચિત બાળકોનું ઉજળું ભવિષ્ય
    Next Article
    બનાસકાંઠાની 100થી વધુ સ્વનિર્ભર શાળાના સંચાલકોની બેઠક મળી:શૈક્ષણિક પ્રશ્નો અને સરકારી જોગવાઈની અડચણો અંગ ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment