Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:પીલગાર્ડનમાં ‘ભાઈબંધની નિશાળ’ બની વંચિત બાળકોનું ઉજળું ભવિષ્ય

    16 hours ago

    શહેરમાં ફૂટપાથ પર વસવાટ કરતા અત્યંત વંચિત પરિવારોના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપી સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉદ્દેશથી કાર્યરત ‘ભાઈબંધ ની નિશાળ’ આજે સામાજિક પરિવર્તનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની છે. 2 ઓક્ટોબર 2019 એટલે કે ગાંધી જયંતિના દિવસે ડૉ. ઓમ ત્રિવેદી દ્વારા માત્ર 7 વિદ્યાર્થીઓ સાથે શરૂ કરાયેલી આ અનોખી શાળામાં આજે 32 વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ વિનામૂલ્યે મેળવી રહ્યા છે. ભાવનગરના સરદારબાગ (પિલગાર્ડન) ખાતે આ નિશાળ સોમવારથી શનિવાર દરમિયાન પ્રતિદિન સાંજે 7:00 થી 10:00 વાગ્યા સુધી ચાલે છે. અહીં વેકેશન કે અન્ય તહેવારોની રજાઓ રાખવામાં આવતી નથી. ફૂટપાથ પરથી બાળકોને સન્માનપૂર્વક લાવવા અને મૂકવા માટે વિશેષ સ્કૂલ રિક્ષાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. દૈનિક વેદમંત્રોચ્ચાર સાથે શરૂ થતી શાળામાં રાષ્ટ્ર આરાધના સાથે વર્ગો સંપન્ન થાય છે. આ શાળાની વિશેષતા એ છે કે અહીં કક્કો-બારાખડી સાથે અંગ્રેજી વર્ણમાળા રાષ્ટ્રીય મહાપુરુષોના નામ સાથે શીખવવામાં આવે છે (જેમ કે A ફોર આંબેડકરજી, B ફોર ભગતસિંહજી). ઉપરાંત વાંચન, લેખન, યોગ, બાલ ડાયરો અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ થકી બાળકોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ શિક્ષકને 'ગુરુજી' અને પરસ્પર એકબીજાને 'ભાઈબંધ' કહીને બોલાવે છે, જેથી ભયમુક્ત અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં શિક્ષણ સુગમ બને. 7 વિદ્યાર્થીએ નાના વ્યવસાય શરૂ કર્યા તહેવારો દરમિયાન બાળકોને વિવિધ ચીજવસ્તુઓની ખરીદ-વેચાણ પ્રક્રિયા સાથે જોડીને વ્યવહારુ ગણિત અને વેપારની પ્રાયોગિક પરીક્ષાઓ લેવાય છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ સરેરાશ 95% થી વધુ નોંધાયું છે. અત્યાર સુધીમાં અહીં અભ્યાસ કરી ચૂકેલા 7 જેટલા વિદ્યાર્થીઓ મજૂરીકામ છોડી પોતાના નાના વ્યવસાય અને લારી-ગલ્લા શરૂ કરી આત્મનિર્ભર બન્યા છે, જ્યારે કેટલાક ગેરમાર્ગે દોરાયેલા બાળકો પણ ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર થઈ મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. આ અનોખા માનવીય અભિગમની નોંધ લઈને અનેક પુરસ્કારો દ્વારા ડૉ. ઓમ ત્રિવેદીનું સન્માન કરવામાં આવ્યું છે. દરેક જિલ્લા મથકે આવી શાળા શરૂ કરવાનું ધ્યેય શાળાના સંચાલક ડૉ. ઓમ ત્રિવેદી જણાવે છે કે, “આ માત્ર એક શાળા નથી પરંતુ વિચાર છે. અમારું લક્ષ્ય દેશના દરેક જિલ્લા મથકે ફૂટપાથના બાળકો માટે આવી શાળાઓ શરૂ થાય અને કોઈ પણ બાળક શિક્ષણ અને સંસ્કારથી વંચિત ન રહે તેવું વાતાવરણ ઊભું કરવાનું છે.” 3થી 44 વર્ષ સુધીના મેળવી રહ્યાં છે શિક્ષણ કોઈપણ સરકારી ગ્રાન્ટ વિના, સમાજના દાતાઓ અને શ્રેષ્ઠીઓના સહયોગથી ચાલતી આ નિશાળ સંપૂર્ણપણે 'વન મેન આર્મી' મોડેલ પર આધારિત છે. અભ્યાસ બાદ તમામ બાળકોને શુદ્ધ દેશી ગાયનું દૂધ અને પૌષ્ટિક ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે. સાથે જ યુનિફોર્મ અને સ્ટેશનરી પણ પૂરી પાડવામાં આવે છે. અહીં 3 વર્ષના બાળકથી લઈને 44 વર્ષ સુધીના વયસ્કો પણ શિક્ષણ મેળવી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    દીપડાનો આતંક:ગીર ગઢડામાં બાળકને ફાડી ખાધો, જેસરમાં કૂતરાનું મારણ કર્યું
    Next Article
    જન્મદિવસ સંભારણું:ડાંગના દીદી પૂર્ણિમાબેન પકવાસાએ આદિવાસી ઉત્થાન માટે કામગીરી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment