Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીપડાનો આતંક:ગીર ગઢડામાં બાળકને ફાડી ખાધો, જેસરમાં કૂતરાનું મારણ કર્યું

    15 hours ago

    સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં રખડતા દીપડાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વકરતાં માનવજીવન તેમજ પશુઓ માટે ભારે ખતરો ઊભો થયો છે. ગીર ગઢડા તાલુકાના સણોસરી ગામની સીમમાં ઓરડીના ધાબે માતા-પિતા વચ્ચે સૂતેલા 3 વર્ષના માસુમ બાળક ચેતન ગીરીશભાઈ બામણીયાને દીપડાએ ગળામાંથી દબોચી જુવારના ખેતરમાં લઈ જઈ ફાડી ખાધો હતો. બનાવને પગલે વન વિભાગે ગણતરીના કલાકોમાં એક દીપડાને પાંજરે પૂરી અન્ય 3 પાંજરા ગોઠવ્યા છે. બીજી તરફ જેસર તાલુકાના ચિરોડા ગામે મોડી રાત્રે મેન બજારમાં રહેતા પ્રદ્યુમનસિંહ સરવૈયાના ઘરમાં વંડી ઠેકીને ઘૂસેલો દીપડો કૂતરાને ઉપાડી ડુંગરાળ વિસ્તારમાં ભાગી ગયો હતો. માત્ર આશ્વાસન આપતા વન વિભાગની કામગીરીથી નારાજ થઈ ચિરોડા અને સણોસરીના ગ્રામજનોએ માનવજીવન બચાવવા વહેલી તકે તમામ દીપડાઓને પકડી જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરી છે. શ્રમિક પરિવાર પર આભ તૂટ્યું, સહાયની માંગ ગીર ગઢડા ગામથી 17 કિલોમીટર દુર સણોસરી ગામ નજીક ગોધરાથી મજૂરીકામ અર્થે આવેલા શ્રમિક પરિવારે પોતાનો 3 વર્ષનો પુત્ર ગુમાવતા અરેરાટી વ્યાપી ગઈ છે. વાડી માલિકો અને સ્થાનિકોએ આ પીડિત પરિવારને સત્વરે આર્થિક સહાય ચૂકવવાની સાથે ખેત-મજૂરોને રાત્રિના સમયે બાળકોની વિશેષ સંભાળ રાખવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સાંપ્રત સાંપ્રત:દિવાળીની ઓફરોમાં લલચાશો નહીં, ઓનલાઇન ખરીદીમાં ચકાસણી જરૂરી
    Next Article
    મંડે પોઝિટીવ:પીલગાર્ડનમાં ‘ભાઈબંધની નિશાળ’ બની વંચિત બાળકોનું ઉજળું ભવિષ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment