Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંપ્રત સાંપ્રત:દિવાળીની ઓફરોમાં લલચાશો નહીં, ઓનલાઇન ખરીદીમાં ચકાસણી જરૂરી

    14 hours ago

    દિવાળીના તહેવારને અનુલક્ષીને ઓનલાઇન ખરીદીની સાથે વિવિધ ફેસ્ટિવલ લોનની યોજનાઓ પણ શરૂ થઈ છે. ગ્રાહકોને આકર્ષવા માટે આકર્ષક ડિસ્કાઉન્ટ, કેશબેક, સરળ હપ્તા અને અન્ય લોભામણી ઓફરોની જાહેરાતો કરવામાં આવી રહી છે. આવી જાહેરાતોથી પ્રભાવિત થઈને ઉતાવળમાં ખરીદી કે લોન લેવાને બદલે તેની સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે. ઓનલાઇન ખરીદી કરતી વખતે વેબસાઇટ અને વેચનારની વિશ્વસનીયતા, વસ્તુની વાસ્તવિક કિંમત, ડિસ્કાઉન્ટ, ડિલિવરી ચાર્જ તથા રિટર્ન અને રિફંડની શરતો તપાસવી જોઈએ. અજાણી વેબસાઇટ, શંકાસ્પદ લિંક અથવા વિશ્વસનીયતા અંગે ખાતરી ન હોય તેવા માધ્યમથી ચુકવણી કરવાનું ટાળવું. માત્ર ઓફર આકર્ષક લાગે છે તે કારણસર જરૂરિયાત કરતાં ખરીદી કરવાથી અનાવશ્યક આર્થિક બોજ ઊભો થઈ શકે છે. -લીલા સર્કલના વાચક ડો.ફોરમ ત્રિવેદીનો રિપોર્ટ હપ્તા સમયે ભરવામાં મુશ્કેલી સર્જાય તો રિકવરીની કાર્યવાહી લોનના હપ્તા સમયસર ભરવામાં મુશ્કેલી સર્જાય તો રિકવરીની કાર્યવાહી, આકરી ઉઘરાણી અને ઊંચા વ્યાજના બોજ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જે આર્થિક મુશ્કેલીની સાથે માનસિક તણાવનું કારણ પણ બની શકે છે. તેથી દિવાળીની ખુશીમાં કરવામાં આવતી ખરીદી હોય કે ફેસ્ટિવલ લોન, ગ્રાહકોએ લોભામણી જાહેરાતોના પ્રભાવમાં આવ્યા વિના જરૂરિયાત, શરતો અને પોતાની આર્થિક ક્ષમતાની ચકાસણી કરીને જ નિર્ણય લેવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    પ્રજાનો અવાજ:શહેરના રહેણાંકી વિસ્તારોમાં બનતા ઉંચા બિલ્ડિંગોથી ધૂળના પ્રશ્ન સાથે ગંદકી વધી
    Next Article
    દીપડાનો આતંક:ગીર ગઢડામાં બાળકને ફાડી ખાધો, જેસરમાં કૂતરાનું મારણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment