Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રજાનો અવાજ:શહેરના રહેણાંકી વિસ્તારોમાં બનતા ઉંચા બિલ્ડિંગોથી ધૂળના પ્રશ્ન સાથે ગંદકી વધી

    14 hours ago

    ભાવનગર શહેરમાં રેસિડેન્સીયલ વિસ્તારને કોમર્શિયલ કરીને ઉંચા બિલ્ડિંગ બનાવાયા છે જેના કારણે આવા વિસ્તારોમાં સતત ધૂળ અને ગંદકીનો સામનો કરવો પડે છે. આવા ઉંચા બિલ્ડિંગ બનતા હોય ત્યારે તેને ઢાંકીને બનાવવાનો કાયદો છે. રહેણાંકી ઘરને તેમાં રહેવાનું હોય છે તે ભૂલી જાય છે, BMC કમ્પ્લઈન કરવા છતાં ત્યાં ના અધિકારીઓ પણ ધ્યાન આપતા નથી ભાવનગર શહેરમાં લીલા સર્કલથી જૂના જકાત નાકા સુધીનો રોડ અત્યંત ખરાબ હાલતમાં છે. છેલ્લા કેટલા વર્ષોથી આવા જ રોડ બને છે, જેથી આવા જવામાં ખૂબ તકલીફો પડે છે. નવા રોડ બન્યા પછી તરત ગટર લાઇન ઇલે. લાઇન કે પાણીની લાઇન માટે ખોદીને બગાડી નાખ્યા પછી રોડ અત્યંત ખરાબ હાલતમા મૂકી દે. પછી કોઇ પાછો વ્યવસ્થિત કરતા નથી. ઘણા લોકો જરા પણ શિસ્તમાં રહેતા નથી અને લોકશાહી દેશ અને સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને જ્યાં ત્યાં વાહન આડેધડ પાર્કિંગ કરવું, જેમ તેમ ફૂલ સ્પિડે ડ્રાઇવિંગ કરવું, જ્યાંને ત્યાં કચરા ફેંકવા આવી સ્વચ્છંદી માનસિક વૃત્તિને છોડેને પ્રજા અને તંત્ર બંને ને જાગૃત બનવા ની જરૂર છે. લીલા સર્કલ ખૂબ ટ્રાફિક થવાના કારણે એક્સિડન્ટના બનાવો બનતા રહે છે તો ત્યાં સિગ્નલ પણ આવશ્યકતા જણાય છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનમાં ઇમરાન ખાનની મુક્તિ માટે માર્ચ:લક્કી મારવતથી ઇસ્લામાબાદ જવા નીકળ્યા હજારો લોકો, અંતર 275 કિમી; 2 હજારની ધરપકડ, સંસદ-હાઇવે સીલ
    Next Article
    સાંપ્રત સાંપ્રત:દિવાળીની ઓફરોમાં લલચાશો નહીં, ઓનલાઇન ખરીદીમાં ચકાસણી જરૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment