Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાઇલટ સ્મિત બોલ્યા- હુમલાખોરે નમાઝના બહાને કુહાડી મારી; જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉદ્ધવ-રાજનું પ્રદર્શન; જયશંકર બોલ્યા- રશિયા હંમેશાં ભારતની સાથે

    12 hours ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મુંબઈથી રહ્યા. જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઠાકરે બંધુંઓએ પ્રદર્શન કર્યું. બીજા મોટા સમાચાર યુક્રેનમાં ભારતીય બિઝનેસમેનના પ્લાન્ટ પર રશિયાના ઘાતક હુમલા સંબંધિત રહ્યા. વાંચો મોર્નિંગ ન્યૂઝ બ્રીફ… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સુપ્રીમ કોર્ટમાં CEC જ્ઞાનેશ કુમાર, SIR પ્રક્રિયા અને ECINetમાં થયેલા ફેરફારો સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી થશે. 2. નોબેલ પુરસ્કારોની જાહેરાતોની શરૂઆત, બપોરે 3 વાગ્યે ફિઝિયોલોજી અથવા મેડિસિન માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત. 📰 કાલના મોટા સમાચારો 1. મુંબઈમાં ઉદ્ધવ-રાજ ઠાકરેનું પ્રદર્શન:ઉદ્ધવે કહ્યું- જ્ઞાનેશ કુમાર ભાજપનું હથિયાર, રાજીનામું આપે; CEC વિરુદ્ધ 3 દિવસમાં ત્રણ પ્રદર્શન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે રવિવારે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ સંયુક્ત પ્રદર્શન કર્યું. પ્રદર્શનમાં હજારો લોકો સામેલ થયા. બંને નેતાઓએ મેટ્રો સ્ટેશનથી શરૂ કરીને મહાનગરપાલિકા ભવન સુધી રેલી યોજી હતી. ઉદ્ધવની શિવસેના યુબીટી અને રાજ ઠાકરેની મનસે પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયામાં ગડબડીનો આરોપ લગાવીને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી. રાજ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કરવામાં આવેલ SIR રદ કરવામાં આવે. સરકાર કોની બનશે, એ નિર્ણય જનતાએ કરવાનો છે, ચૂંટણી પંચે નહીં. જ્યારે ઉદ્ધવે કહ્યું કે જ્ઞાનેશ કુમાર ભાજપનું હથિયાર છે. સંજય રાઉતે કહ્યું કે આ પ્રદર્શન દેશમાં ચાલી રહેલા હિટલરશાહી શાસન, ચૂંટણીઓને હાઇજેક કરવા, ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટને ખિસ્સામાં રાખવા, સાંસદો અને ધારાસભ્યોને ખરીદવા સામે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ‘કો-પાઇલટે નમાઝ પઢવાના બહાને માથા પર કુહાડી મારી...’:ઈઝરાયલી PM નેતન્યાહૂએ કેપ્ટન સ્મિતને ફોન કરી પૂછ્યું- 'ફ્લાઇટમાં શું થયું હતું?'; ભારતીય હીરોએ જણાવી આપવીતી ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ફ્લાયદુબઈ એરલાઇનના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી. તેમણે કહ્યું- તમે ભારત અને ઇઝરાયલના લોકોના સાચા હીરો છો. તમે આખી દુનિયાના હીરો છો. નેતન્યાહૂએ કેપ્ટન સ્મિતને ઇઝરાયલ આવવાનું આમંત્રણ પણ આપ્યું. તેમણે કહ્યું- હું તમને અને મારા મિત્ર પીએમ મોદીને આગામી સ્વતંત્રતા દિવસ પર ઉજવણીની મશાલ પ્રગટાવવાનું આમંત્રણ આપવા માંગુ છું. નેતન્યાહૂએ કેપ્ટન સ્મિતને પૂછ્યું કે ફ્લાઇટમાં આખરે થયું શું હતું. સ્મિતે જણાવ્યું કે હુમલા પહેલાં કો-પાઇલટે દુઆ(નમાઝ) કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દુઆની થોડી મિનિટો પછી તેણે અચાનક તેમના પર હુમલો કરી દીધો. ઘટના 30 સપ્ટેમ્બરે બની હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. જયશંકરે કહ્યું- જ્યારે પાકિસ્તાનની પાછળ આખી દુનિયા ઊભી હતી:ત્યારે ભારત સાથે રશિયા હતું, 70 વર્ષમાં કાશ્મીર સહિત 4 મુદ્દાઓ પર સમર્થન આપ્યું વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે કહ્યું કે જ્યારે સમગ્ર દુનિયા પાકિસ્તાનની સાથે ઊભી હતી, ત્યારે રશિયાએ ભારતનો સાથ આપ્યો હતો. દિલ્હીમાં મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં જયશંકરે કહ્યું કે, ભારત-રશિયા સંબંધો લાંબા સમયથી સારા રહ્યા છે. નવી દિલ્હી માટે મોસ્કો સાથેના સંબંધો માત્ર આજની પરિસ્થિતિથી નક્કી થતા નથી. રશિયાએ છેલ્લા 70 વર્ષમાં કાશ્મીર સહિત 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારતનું સમર્થન કર્યું છે. 20 ફેબ્રુઆરી 1957ના રોજ ઓસ્ટ્રેલિયા, ક્યુબા, બ્રિટન અને અમેરિકાએ કાશ્મીરને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એક ઠરાવ રજૂ કર્યો હતો. તેમાં કાશ્મીરમાં અસ્થાયી સંયુક્ત રાષ્ટ્ર દળ મોકલવાના વિચારને આગળ વધારવાની વાત હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પાકિસ્તાની એજન્ટના હનીટ્રેપમાં ફસાયો નેવી જવાન:ગુપ્ત માહિતી લીક કરવાના આરોપમાં કોયમ્બતૂરથી ધરપકડ; સોશિયલ મીડિયા પર થઈ હતી મિત્રતા આંધ્રપ્રદેશ પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ (CI) સેલે બંગાળના રહેવાસી ભારતીય નૌસેનાના જવાન પ્રદીપ મુખર્જીની કોયમ્બતૂરથી ધરપકડ કરી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, તેમના પર એક પાકિસ્તાની મહિલા ગુપ્તચર એજન્ટને સંરક્ષણ સંબંધિત સંવેદનશીલ માહિતી આપવાનો આરોપ છે. એજન્ટે જવાનને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. પ્રદીપ કોયમ્બતૂરના રેડ ફીલ્ડ્સ સ્થિત ઇન્ડિયન નેવલ શિપ (INS) અગ્રણીમાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કોર્સ કરી રહ્યા હતા. થોડા મહિના પહેલાં એક પાકિસ્તાની મહિલા ગુપ્તચર એજન્ટે સોશિયલ મીડિયા દ્વારા પ્રદીપનો સંપર્ક કર્યો હતો. તેણે ધીમે-ધીમે તેમની સાથે મિત્રતા વધારી અને વિશાખાપટ્ટનમ નેવલ બેઝ સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી મેળવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ભારતીય બિઝનેસમેનના પ્લાન્ટ પર રશિયાનો ઘાતક હુમલો:યુક્રેનમાં દવા કંપની પર ડ્રોન વરસ્યા, 1નું મોત; રાજીવ ગુપ્તાનું ₹400 કરોડનું સામ્રાજ્ય તબાહ રશિયાએ યુક્રેનના સુમી શહેરમાં ભારતીય ઉદ્યોગપતિ રાજીવ ગુપ્તાની દવા બનાવતી ફેક્ટરી પર ડ્રોનથી હુમલો કર્યો. હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીની મુખ્ય ઇમારતને ભારે નુકસાન થયું છે અને તેનો મોટાભાગનો હિસ્સો નષ્ટ થઈ ગયો છે. પ્રારંભિક અંદાજ મુજબ, કંપનીને ઓછામાં ઓછા 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હુમલા બાદ ફેક્ટરીવાળા વિસ્તારમાંથી ધુમાડાનો મોટો ગોટો ઊઠતો જોવા મળ્યો. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકો અને ઘાયલોની સંખ્યા આગળ બદલાઈ શકે છે. આ ફેક્ટરી રશિયાની સરહદથી લગભગ 23 કિલોમીટર દૂર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. શંકરસિંહ વાઘેલા અને BJPના યુવા કાર્યકર્તાની ફોન પર તીખી ટપાટપી:બાપુએ કહ્યું-દલિતોની જૂની હાલતનો રેફરન્સ હતો, સુરતના અભિ ઠાકરે ઘેર્યા-તો બ્રાહ્મણ, પટેલની જ્ઞાતિ વચ્ચે કેમ લાવી? માફી માગો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સવર્ણ જ્ઞાતિઓ વિશે કરેલા એક વિવાદિત નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો છે. આ વિવાદ વચ્ચે સુરતના એક ભાજપના યુવા કાર્યકર્તા અભી ઠાકરે શંકરસિંહ વાઘેલાને સીધો ફોન કરીને તેમની જ્ઞાતિ વિષયક ટિપ્પણીઓ અંગે આકરા સવાલો પૂછ્યા હતા. બંને વચ્ચે તીખી ટપાટપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટેલિફોનિક વાતચીતમાં અભીએ શંકરસિંહને પૂછ્યું હતું કે, શું અમે બ્રાહ્મણના દીકરા છીએ એટલે અમારી ભૂલ છે? બાપુએ કહ્યું હતું કે, દલિતોની જૂની હાલતનો રેફરન્સ હતો. તો સામે અભિ ઠાકરે કહ્યું કે, રેફરન્સમાં બ્રાહ્મણ, વાણિયા અને પટેલની જ્ઞાતિ કેમ વચ્ચે લાવી? જાહેર મંચ પરથી માફી માગો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સુરતમાં લાઈવ કોન્સર્ટમાં સિંગર સુનિધિ ચૌહાણ-ડાન્સરોના કપડાં મુદ્દે મોટો વિવાદ:બજરંગ દળે કહ્યું-પરિવાર સામે સંસ્કૃતિનું હનન ન ચલાવી લેવાય; આયોજક બોલ્યા-પાસ ન મળતાં ડ્રામા ઊભો કર્યો સુરતના પાલ વિસ્તારમાં 3 ઓક્ટોબર યોજાયેલા બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણના લાઈવ કોન્સર્ટમાં સ્ટેજ પરફોર્મન્સ અને ડાન્સરોના વસ્ત્રોને લઈને મોટો વિવાદ થયો છે. કાર્યક્રમના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પ્રદર્શનને અશોભનીય ગણાવી બજરંગ દળ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી છે. બીજી તરફ આયોજકોએ આ વિરોધને પાયાવિહોણો ગણાવ્યો છે. બજરંગ દળના સંયોજક અભિષેક રાજપૂતે કહ્યું કે, પરિવાર સામે સંસ્કૃતિનું હનન ન ચલાવી લેવાય. તો આયોજકે કહ્યું કે, પાસ ન મળતાં ડ્રામા ઊભો કરાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દિગ્વિજયે કહ્યું- રામ મંદિરના દાનથી BJP-RSSના કાર્યાલયો બન્યા:200-300 કરોડની ચોરી; સાવરકર-સંઘે સનાતનને બગાડ્યું; અયોધ્યા સુધી 1000KM પદયાત્રા કરીશું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : લોહીલુહાણ કોકપિટ, તૂટેલું રડર અને ચીસાચીસ:કોણ છે એ બે ‘અજાણ્યા દેવદૂતો’, જેમણે હવામાં ગોથાં ખાતા વિમાનને ઉગાર્યું; હુમલો થતાં જ કંટ્રોલ સંભાળ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બંગાળના CM બોલ્યા-લવ અને લેન્ડ જેહાદ વિરુદ્ધ કાયદો લાવીશું:આગામી 6 મહિનામાં ઉત્તરાખંડ-ગુજરાતની જેમ UCC લાગુ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકા-ઇઝરાયલ પર 9/11 જેવા હુમલા કરો:જે દેશો ઇસ્લામ વિરુદ્ધ છે તેના પ્લેનને નિશાન બનાવો, અલ-કાયદાએ ઓમાની પાઇલટના વખાણ કર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : બાળકને લખપતિ બનાવવું છે?:SBIની આ સ્કીમમાં દર મહિને માત્ર ₹610ની બચતથી બનાવો લાખોનું ફંડ, જાણો ખાતું ખોલવાની સરળ રીત વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : એશિયાડના ક્લોઝિંગ સેરેમનીમાં નીરુ ઢાંડાએ તિરંગો લહેરાવ્યો:સાઉદી અરેબિયાના ઘોડેસવારે છેલ્લો ગોલ્ડ જીત્યો, જુઓ ફાઇનલ મેડલ ટેલી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આ સપ્તાહ કેવું રહેશે?:મેષ, તુલા અને મીન રાશિ પર ગ્રહો મહેરબાન રહેશે, વૃષભ, કર્ક અને વૃશ્ચિક જાતકોએ નકામા વિવાદથી બચવું વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પતિ ફરવા લઈ જતો નથી, પત્નીએ છૂટાછેડા માંગ્યા યુએઈના શારજાહમાં એક મહિલાએ પતિ તેને ફરવા લઈ ન જતા છૂટાછેડા માંગ્યા. મહિલાએ ફેમિલી ગાઇડન્સ સર્વિસમાં ફરિયાદ કરી. અધિકારીએ કહ્યું કે પતિ શાંત અને ઉદાર છે. મહિલાને બાળકો અથવા પરિવાર સાથે ફરવા જવાની સલાહ આપવામાં આવી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી : અટલ બ્રિજ 21 વાર બની જાય એટલો દંડ બાકી: હવે ના PUC મળશે, ના ઇન્સ્યોરન્સ; ઇ-મેમો બાકી હશે તો વાહન જપ્ત થશે 2. ખાખી કવર : દાખલો બેસાડવા પોલીસે 33 નિર્દોષોની આંખોમાં એસિડ રેડ્યો: ‘ઓપરેશન ગંગાજલ’ની ખોફનાક ક્રૂરતા, આંખમાં સોયા ભોંક્યા, કોઇનેય સજા ન થઈ! 3. આજનું એક્સપ્લેનર: પાકિસ્તાની પાઇલટ પણ પ્લેનને ભારત લાવી શકે છે; ઇઝરાયલની ફ્લાઇટમાં ઓમાની અલ-હમામી કેવી રીતે પહોંચ્યો, તેનો ઇરાદો શું હતો? 4. મફતનો સૂર્યપ્રકાશ આપશે 7 મોટા હેલ્થ બેનિફિટ્સ!: સવારનો કુણો તડકો લાંબા આયુષ્યનું સૌથી મોટું રહસ્ય, જાણો મોર્નિંગ સનલાઇટના 7 નિયમો 5. 'માતા-પિતાના ઝઘડાથી ત્રાસી ગઈ છું': 'મળવા જાવ ત્યારે બાળપણનો ટ્રૉમા ટ્રિગર થાય છે, ડિપ્રેશનમાં સરી પડું છું, શું હું માનસિક બીમાર છું?' 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: કર્ક-વૃષભ માટે સફળતાનો દિવસ, વૃશ્ચિક-મીનને મળશે જેકપોટનો લાભ, સિંહ-ધન જાતકો માટે અશુભ દિવસ વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    ઓમાની કો-પાઇલટે એકલાએ જ ઘડ્યું હતું પ્લેન ક્રેશ કરવાનું કાવતરું:રિપોર્ટમાં દાવો, વિમાનને ઇમારત સાથે અથડાવવાનો હતો, એન્જિન બંધ કરવાની પણ આશંકા
    Next Article
    ન્યૂડ વીડિયો કોલ રિસીવ કરતાં જ વાડજનો યુવક ફસાયો:‘વીડિયો રેકોર્ડ થઈ ગયો’ કહી બ્લેકમેઇલિંગ શરૂ કર્યું, ₹49.78 લાખ પડાવ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment