Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓમાની કો-પાઇલટે એકલાએ જ ઘડ્યું હતું પ્લેન ક્રેશ કરવાનું કાવતરું:રિપોર્ટમાં દાવો, વિમાનને ઇમારત સાથે અથડાવવાનો હતો, એન્જિન બંધ કરવાની પણ આશંકા

    12 hours ago

    દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમામીએ એકલાએ જ વિમાનને ક્રેશ કરવાનું કાવતરું ઘડ્યું હતું. અહેવાલો અનુસાર, અત્યાર સુધી તેનાં કોઈ સંગઠન અથવા સરકાર સાથે જોડાણ હોવાની માહિતી મળી નથી. ઇટાલીના અખબાર કોરિયેરે ડેલા સેરાના અહેવાલ મુજબ, કો-પાઇલટની યોજના કેપ્ટન સ્મિતને મારીને વિમાનને તેલ અવીવમાં આવેલી કોઈ ઊંચી ઇમારત સાથે અથડાવવાની હતી. તેણે કોકપિટમાં નમાઝ પઢવાનું બહાનું બનાવીને કેપ્ટન પર કુહાડીથી હુમલો કર્યો. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે તેની પહેલી યોજના નિષ્ફળ થવા લાગી, ત્યારે તેણે વિમાનને રણમાં તોડી પાડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેણે ઓટોપાઇલટ બંધ કરી દીધો, જેના કારણે વિમાન ઝડપથી નીચે આવવા લાગ્યું. તપાસકર્તાઓને શંકા છે કે કો-પાઇલટે વિમાનના બંને એન્જિન બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલા બાદ કોકપિટમાં પહોંચ્યો મુસાફર રિપોર્ટ મુજબ, હમામીએ ઇમરજન્સી માટે રાખેલી ક્રેશ એક્સ એટલે કે કુહાડી કાઢી અને પાછળથી કેપ્ટન સ્મિત પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં સ્મિતને લાગ્યું કે વિમાનનો કોઈ ભાગ તેમના માથા સાથે અથડાયો છે, પરંતુ સતત હુમલો થતાં તેમને સમજાયું કે તેમના પર હુમલો થઈ રહ્યો છે. હુમલામાં કેપ્ટન સ્મિતના માથા પર ગંભીર ઈજા થઈ અને તેમના હાથ પર પણ ઊંડી ઈજા થઈ. ઘણું લોહી વહેવા છતાં તેમણે કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. પરંતુ કો-પાઇલટે દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ સ્મિતે તેની સાથે ઝપાઝપી કરીને ફરી દરવાજો ખોલ્યો. કોકપિટમાંથી અવાજો સાંભળીને તાલી બર્કોવિચ નામની એક મહિલાએ લોકોને તેની જાણકારી આપી. ત્યારબાદ ઘણા મુસાફરો અને ફરજ પર ન હોય તેવા બે પાઇલટ કોકપિટમાં પહોંચ્યા. તેમણે કેપ્ટનને ગંભીર હાલતમાં જોયા અને કો-પાઇલટને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. વિમાનની ઝડપ 970 કિમી પ્રતિ કલાકથી વધુ પહોંચી રિપોર્ટ મુજબ, આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વિમાન ઝડપથી જમીન તરફ નીચે જઈ રહ્યું હતું. તેની ઝડપ 970 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ પહોંચી ગઈ હતી. આ દરમિયાન વિમાનનું પાછળનું રડર ક્ષતિગ્રસ્ત થઈ ગયું અને કો-પાઇલટે કંટ્રોલને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન વ્યવસાયે પ્લમ્બર એવા મુસાફર યાનિવ હયૂને કંટ્રોલ સ્ટિક પોતાની તરફ ખેંચી, જેના કારણે વિમાન ઝડપથી નીચે જતા અટક્યું. ત્યારબાદ ફરજ પર ન હોય તેવા બે પાઇલટોએ કોકપિટનું નિયંત્રણ સંભાળ્યું અને વિમાનને સામાન્ય સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કર્યો. ફ્લાઇટ FZ1073માં 174 લોકો સવાર હતા. હુમલા દરમિયાન વિમાને ઇમરજન્સી સિગ્નલ મોકલ્યા હતા અને તે લગભગ 34 હજાર ફૂટથી 17 હજાર ફૂટથી પણ નીચે આવી ગયું હતું. બાદમાં મુસાફરો અને ક્રૂની મદદથી વિમાનનું નિયંત્રણ સંભાળવામાં આવ્યું. સાઉદી અરેબિયાના તબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ સાઉદી અરેબિયાના એર ટ્રાફિક કંટ્રોલર્સે વિમાનને પાછું વાળવા માટે કહ્યું. ત્યારબાદ ફ્લાઇટને તબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા. પાઇલટોએ વિમાનને સુરક્ષિત રીતે ઉતાર્યું. લેન્ડિંગ બાદ ઇજાગ્રસ્ત કેપ્ટન સ્મિતને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યારે હમામ અલ-હમામીને સાઉદી અધિકારીઓને સોંપવામાં આવ્યા. ઇમરજન્સી લાઇટ ચાલુ થતાં એન્જિનની તપાસ ઘટનાના કેટલાક વીડિયોમાં વિમાનની ઇમરજન્સી લાઇટ્સ ચાલુ જોવા મળી હતી. અહેવાલ મુજબ, જેના કારણે વિમાનની મુખ્ય વીજળી સપ્લાય બંધ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી. આવી સ્થિતિમાં વિમાન બેટરી પાવર પર આવી શકે છે. તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું કો-પાઇલટે એન્જિન સુધી ઇંધણ પહોંચાડતા સ્વિચને ‘રન’માંથી ‘કટઓફ’ પર કર્યો હતો. બાદમાં બંને ઑફ-ડ્યૂટી પાઇલટોએ વિમાનને સામાન્ય સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કર્યો. અહેવાલ મુજબ, વિમાનમાં એન્જિન ફરીથી શરૂ કરવાની સ્થિતિ હતી. કેટલાક દેશોની એજન્સીઓ કરી રહી છે તપાસ યુએઈ, ઇઝરાયલ અને સાઉદી અરેબિયાની એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. યુએઈએ જણાવ્યું છે કે તપાસમાં કો-પાઇલટે આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે. ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા મુજબ, હજુ સુધી કોઈ સંગઠન અથવા સરકાર સાથે તેના સંબંધની જાણ થઈ નથી. ઓસ્ટ્રેલિયા અને ઓમાન સાથે જોડાયેલા રેકોર્ડ પણ તપાસવામાં આવી રહ્યા છે વૉલ સ્ટ્રીટ જર્નલ મુજબ, હમામીને તેના કટ્ટરપંથી વિચારોને કારણે અગાઉ ઓમાનમાં ઉડાન ભરવાથી રોકવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ પણ ઓસ્ટ્રેલિયા સાથેના તેના સંબંધોની તપાસ કરી રહી છે. અહેવાલો મુજબ, હમામી 2015થી 2017 દરમિયાન ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થી હતો. તેને 2014માં સ્ટુડન્ટ વીઝા મળ્યો હતો, જે 2019માં રદ કરવામાં આવ્યો હતો. ABCના જણાવ્યા મુજબ, વીઝા ચારિત્ર્ય સંબંધિત કારણોસર નહીં, પરંતુ અભ્યાસક્રમમાં પ્રવેશ પૂર્ણ થઈ જવાને કારણે રદ કરવામાં આવ્યો હતો. ----------------------------- આ સમાચાર પણ વાંચો… લોહીલુહાણ કોકપિટ, તૂટેલું રડર અને ચીસાચીસ:કોણ છે એ બે ‘અજાણ્યા દેવદૂતો’, જેમણે હવામાં ગોથાં ખાતા વિમાનને ઉગાર્યું; હુમલો થતાં જ કંટ્રોલ સંભાળ્યું દુબઈથી ઇઝરાયલ જઈ રહેલા ફ્લાયદુબઈના વિમાનને બચાવનારા બે પાઇલટોના નામ હજુ સામે આવ્યા નથી. કોકપિટમાં કો-પાઇલટે કેપ્ટન પર હુમલો કરતાં વિમાન ઝડપથી નીચે જવા લાગ્યું. આ દરમિયાન વિમાનમાં હાજર બંને પાઇલટ કોકપિટમાં પહોંચ્યા અને વિમાનને સંભાળી લીધું. AP મુજબ, વિમાનનું નિયંત્રણ સંભાળ્યા પછી પણ બંને પાઇલટોએ થોડા સમય સુધી મુસાફરો સાથે વાત કરી નહોતી. આથી મુસાફરો વધુ ડરી ગયા સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    વિમાન ક્રેશ કરવાનું કાવતરું ઓમાની કો-પાઇલટે એકલાએ જ ઘડ્યું હતું:રિપોર્ટમાં દાવો, વિમાનને ઇમારત સાથે અથડાવવાનો હતો, એન્જિન બંધ કરવાની પણ આશંકા
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાઇલટ સ્મિત બોલ્યા- હુમલાખોરે નમાઝના બહાને કુહાડી મારી; જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉદ્ધવ-રાજનું પ્રદર્શન; જયશંકર બોલ્યા- રશિયા હંમેશાં ભારતની સાથે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment