Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂડ વીડિયો કોલ રિસીવ કરતાં જ વાડજનો યુવક ફસાયો:‘વીડિયો રેકોર્ડ થઈ ગયો’ કહી બ્લેકમેઇલિંગ શરૂ કર્યું, ₹49.78 લાખ પડાવ્યા

    14 hours ago

    શહેરના વાડજ વિસ્તારનો 26 વર્ષીય યુવક સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો છે. અજાણ્યા નંબર પરથી ન્યૂડ યુવતીનો વીડિયો કોલ કર્યા બાદ યુવકનો વીડિયો રેકોર્ડ થઈ ગયો હોવાનું કહી તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ ગઠિયાઓએ દિલ્હી સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને યુટ્યુબના અધિકારી તરીકે ઓળખ આપી યુવકને પોલીસ કાર્યવાહી, ધરપકડ અને કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી હતી. આ રીતે ડરાવી-ધમકાવી યુવક પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂ.49.78 લાખ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે યુવકે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. એક અજાણ્યો ન્યૂડ વીડિયો કોલ અને બ્લેકમેલિંગની શરૂઆત વાડજમાં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો 26 વર્ષીય યુવક 3 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે આશરે આઠ વાગ્યાના સુમારે પોતાના ઘરે મોબાઇલ ચેક કરી રહ્યો હતો. તે દરમિયાન તેના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. કોલ રિસીવ કરતાં સામે એક યુવતી ન્યૂડ અવસ્થામાં જોવા મળી હતી. આ જોઈને યુવકે તરત જ કોલ કટ કરી દીધો હતો અને નંબર બ્લોક કરી દીધો હતો. થોડા સમય બાદ ફરીથી વોટ્સએપ કોલ આવ્યો હતો. આ વખતે સામેની વ્યક્તિએ યુવકને કહ્યું હતું કે તેનો ન્યૂડ વીડિયો રેકોર્ડ થઈ ગયો છે અને જો વીડિયો વાયરલ થતો અટકાવવો હોય તો આપવામાં આવેલા બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે. યુવકે ફરીથી ફોન કટ કરી નંબર બ્લોક કરી દીધો હતો. આ દરમિયાન સામેથી એક વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો, જેને યુવકે ડિલીટ કરી દીધો હતો. ‘7 વર્ષની જેલ થશે!’: બોગસ દિલ્હી સાયબર ઓફિસરે યુવકને ધરપકડનો ડર બતાવ્યો 27 સપ્ટેમ્બર 2026ના રોજ ફરીથી યુવકને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. સામેની વ્યક્તિએ પોતાની ઓળખ દિલ્હી સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સંજય અરોરા તરીકે આપી હતી. ન્યૂડ વીડિયો કોલિંગ અંગે વાત કરી પોલીસે કાર્યવાહી કરવાની હોવાનું જણાવતા યુવક ગભરાઈ ગયો હતો.કથિત પોલીસ અધિકારીએ યુવકને જણાવ્યું હતું કે ન્યૂડ વીડિયો સંબંધિત ગુનામાં તેને સાત વર્ષની સજાની જોગવાઈ છે અને અમદાવાદ પોલીસની મદદથી તેની ધરપકડ કરવામાં આવી શકે છે. ત્યારબાદ ધરપકડથી બચવા માટે યુટ્યુબના અધિકારી સાથે વાત કરી યોગ્ય પ્રોસેસ કરાવવાની વાત કહી હતી. યુટ્યુબ પર વીડિયો ડિલીટ કરવાના નામે પૈસા ખંખેર્યા યુવકને ડરાવ્યા બાદ કથિત પોલીસ અધિકારીએ તેની વાત હેમંત મલહોત્રા નામના યુટ્યુબ અધિકારી સાથે કરાવી હતી. હેમંત મલહોત્રાએ યુવકના નામે બે ન્યૂડ વીડિયો આવી ગયા હોવાનું કહી તેને ડિલીટ કરાવવા માટે રૂ.71,250નો ચાર્જ હોવાનું જણાવ્યું હતું. પોલીસ અને યુટ્યુબ અધિકારીના નામથી ડરી ગયેલા યુવકે સમગ્ર મામલામાંથી છૂટકારો મેળવવા રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ગઠિયાઓએ એક પછી એક અલગ-અલગ કારણો આપી તેની પાસેથી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી ₹49.78 લાખ પડાવ્યા ગઠિયાઓએ યુવકને સતત ડરાવી-ધમકાવી તેનો ન્યૂડ વીડિયો વાયરલ કરવાની તેમજ તેની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી હતી. પોલીસ કાર્યવાહી અને ધરપકડનો ભય બતાવી અલગ-અલગ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે યુવક પાસેથી કુલ રૂ.49.78 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. આટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ પણ કથિત પોલીસ અધિકારીએ વધુ રૂપિયાની માંગણી કરી હતી. આખરે પોતે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું સમજાતા યુવકે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને આરોપીઓએ કયા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા તથા આ ગેંગમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાઇલટ સ્મિત બોલ્યા- હુમલાખોરે નમાઝના બહાને કુહાડી મારી; જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉદ્ધવ-રાજનું પ્રદર્શન; જયશંકર બોલ્યા- રશિયા હંમેશાં ભારતની સાથે
    Next Article
    પાકિસ્તાનમાં ઇમરાન ખાનની મુક્તિ માટે માર્ચ:લક્કી મારવતથી ઇસ્લામાબાદ જવા નીકળ્યા હજારો લોકો, અંતર 275 કિમી; 2 હજારની ધરપકડ, સંસદ-હાઇવે સીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment